અમદાવાદઃ એસએસ રિટેલ લિમિટેડે ઇક્વિટી શેરના IPOની જાહેરાત કરી હતી. ઓફરની વિગતો આ મુજબ છે: આ ઓફરમાં ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યુનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત રૂ. 3600 મિલિયન સુધીની છે. આ ઉપરાંત, પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ સિદ્ધાર્થ ગુણવંત શાહ, દીપા સિદ્ધાર્થ શાહ, હર્ષલ કિશોર પારેખ અને ભાવિની હર્ષલ પારેખ તેમ જ અન્ય શેર વેચનારા હિસ્સેદાર રાખી નરેન્દ્ર ફિરોદિયા દ્વારા ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ સામેલ છે, જેની કુલ કિંમત રૂ. 1400 મિલિયન સુધીની છે.
કંપની મોબાઇલ ફોન, એક્સેસરીઝ અને અન્ય ઇલેક્ટ્રોનિક વસ્તુઓ માટેની મલ્ટી-બ્રાન્ડ રિટેલ ચેઇન છે. કંપની હાલમાં પાંચ રાજ્યોમાં કાર્યરત છે, જેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ગોવા અને ગુજરાતનો સમાવેશ થાય છે.
🚨 SS RETAIL IPO: ₹500 Cr IPO | GROWTH STORY, BUT AT WHAT PRICE?
📱 SS Retail (SS Mobile)
• IPO: ₹500 Cr
• Price: ₹403–₹424
• FY26 Revenue: ₹2,351 Cr
• FY26 PAT: ₹59.3 Cr
• 500+ stores
• Revenue growth: ~47%
• EBITDA margin: ~5.3%
• ROCE: ~29%⚠️ Key risks:
86%…— Himanshu Rawal (@HimanshuRawal_5) September 10, 2026
કંપની મેટ્રો શહેરો, મિની મેટ્રો શહેરો, ટિયર-1 શહેરો, ટિયર-2 શહેરો તથા ટિયર-3 અને અન્ય શહેરો સહિત વિવિધ પ્રકારનાં શહેરોમાં અનેક પ્રોડક્ટ કેટેગરીમાં વેપાર કરે છે. જોકે કંપનીનું મુખ્ય ધ્યાન ટિયર-2 અને ટિયર-3 તથા તેનાથી અન્ય શહેરોમાં મોબાઇલ ફોન અને એક્સેસરીઝના રિટેલ વેચાણ પર રહ્યું છે. 31 માર્ચ, 2026 સુધીમાં કંપની ભારતમાં 503 સ્ટોર ચલાવતી હતી, જેમાંથી 458 સ્ટોર મહારાષ્ટ્રમાં હતા. નોલેજ કંપની રિપોર્ટ મુજબ આ સંખ્યાને કારણે કંપની પશ્ચિમ ભારતમાં એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, મધ્ય પ્રદેશ, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવમાં તેમ જ મહારાષ્ટ્રમાં સૌથી મોટી મોબાઇલ ફોન રિટેલ ચેઇન તરીકે સ્થાન ધરાવે છે અને તેના સમકક્ષ સ્પર્ધકોમાં ભારતમાં ત્રીજા ક્રમે સૌથી મોટી મોબાઇલ રિટેલ ચેઇન છે.
વર્ષો દરમિયાન કંપનીએ પોતાની કામગીરીનો વિસ્તાર કર્યો છે અને તેના સ્ટોરની સંખ્યા 31 માર્ચ, 2024ના રોજ 109 શહેરોમાં 236 સ્ટોરથી વધીને 31 માર્ચ, 2026એ 215 શહેરોમાં 503 સ્ટોર થઈ છે. આ સમયગાળા દરમિયાન સ્ટોરની સંખ્યામાં 45.99 ટકાના સીએજીઆરથી વધારો થયો છે. નોલેજ કંપની રિપોર્ટ મુજબ, આ વૃદ્ધિને કારણે કંપની દેશની સૌથી ઝડપથી વિકસતી મોબાઇલ રિટેલ ચેઇન્સમાંની એક બની છે. ઇક્વિટી શેરને બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઈ) પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. આ ઓફર માટે એનએસઈને નિયુક્ત સ્ટોક એક્સચેન્જ તરીકે નક્કી કરવામાં આવ્યું છે.




