અમદાવાદ: મનીવ્યુ લિમિટેડનો રૂ. 1ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરનો IPO 24 સપ્ટેમ્બરે ખૂલશે. એન્કર રોકાણકાર બિડિંગની તારીખ બિડ/ઓફર ખૂલવાની તારીખના એક દિવસ અગાઉ એટલે કે 23 સપ્ટેમ્બરે બુધવાર છે. બિડ/ઓફર 28 સપ્ટેમ્બરે બંધ થશે.
UPI મેન્ડેટ એન્ડ ટાઇમ અને તારીખ બિડ/ઓફર બંધ થવાની તારીખે સાંજના પાંચ વાગ્યા સુધી હશે. ઓફરની પ્રાઇસ બેન્ડ રૂ. 1ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરદીઠ રૂ. 32થી રૂ. 34 નક્કી થઈ છે. બિડ લઘુતમ 441 ઇક્વિટી શેર માટે અને પછી 441 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે, જે દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. એક છે. ઇનિશિયલ પબ્લિક ઓફરિંગમાં રૂ. 7500 મિલિયન સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યુ અને વિક્રેતા શેરધારકો દ્વારા 100,494,200 સુધી ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફર સામેલ છે

વેચાણ માટેની ઓફરમાં પુનિત અગ્રવાલના 13,548,300 ઇક્વિટી શેર, સંજય અગ્રવાલના 13,548,300 ઇક્વિટી શેર, ચિત્રા અગ્રવાલના 1,935,400 ઇક્વિટી શેર (“વ્યક્તિગત વિક્રેતા શેરધારકો”) અને Accel ઇન્ડિયા IV (મોરેશિયસ) લિમિટેડના 16,377,500 ઇક્વિટી શેર, ઇન્ટરનેટ ફંડ III પ્રાઇવેટ લિમિટેડના 15,356,000 ઇક્વિટી શેર, Accel ગ્રોથ હોલ્ડિંગ્સ (મોરેશિયસ) લિમિટેડના 8,011,900 ઇક્વિટી શેર, ક્રિમ્સન વિન્ટર લિમિટેડના 10,000,000 ઇક્વિટી શેર, રિબિટ કેપિટલના 11,356,900 ઇક્વિટી શેર, NLI સ્ટ્રેટેજિક વેન્ચર ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડના 4,265,600 ઇક્વિટી શેર, TI JPNIN ઇન્ડિયા હોલ્ડકો, લિમિટેડના 3,745,200 ઇક્વિટી શેર, DI ઇન્વેસ્ટમેન્ટ LLCના2,349,100 ઇક્વિટી શેર (“રોકાણકાર વિક્રેતા શેરધારકો”) સામેલ છે.
VIDEO | Digital lending platform Moneyview Ltd is gearing up to launch its Rs 1,092-crore initial public offering (IPO) on September 24.
The price band has been fixed at Rs 32-34 per equity share, valuing the company at nearly Rs 6,000 crore at the upper limit.
The IPO will… pic.twitter.com/8nYH8Kpq8g
— Press Trust of India (@PTI_News) September 21, 2026
કંપનીના ઇક્વિટી શેરનું લિસ્ટિંગ BSE લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ પર થશે. ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (BRLMs)એક્સિસ કેપિટલ લિમિટેડ,BofA સિક્યોરિટીઝ ઇન્ડિયા લિમિટેડ, IIFL કેપિટલ સર્વિસીસ લિમિટેડ (અગાઉ IIFL સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે જાણીતી હતી) અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ છે.




