યુવરાજે સાનિયા મિર્ઝાને કહ્યું ‘હાય હાય મિર્ચી’… સાનિયાએ આવો આપ્યો જવાબ

મુંબઈ: 15 નવેમ્બર એટલે કે આજે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનો જન્મદિવસ છે. લોકો સોશિયલ મીડિયા પર તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ક્રિકેટર યુવરાજ સિંહે સાનિયાને અલગ અંદાજમાં ટ્વીટ કરીને બર્થ ડે વિશ કર્યુ. યુવરાજ સિંહ અને સાનિયા મિર્ઝા સારા મિત્રો છે. બંન્ને ટ્વિટર પર એક બીજાની પોસ્ટ પર અવાર નવાર કમેન્ટ કરતા જોવા મળે છે. સાનિયા મિર્ઝાના જન્મદિવસ પર યુવરાજ સિંહે ટ્વીટ કર્યું કે, ‘ હાય હાય મિર્ચી, જન્મદિનસ મુબારક મારી બેસ્ટ ફ્રેન્ડ મારા તરફથી ખુબ સારો પ્રેમ સાનિયા મિર્ઝા’.

યુવરાજના ટ્વીટના થોડા સમય પછી સાનિયા મિર્ઝાએ રિપ્લાઈ કરતા લખ્યું ‘હે મોટુ, ધન્યવાદ મારા સૌથી સારા મિત્ર’.

અગાઉ પણ ટ્વિટર પર બંને ખેલાડીઓ એકબીજાની રમત કરતા જોવા મળ્યા છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં યુવરાજ સિંહે તેમનો ફોટો પોસ્ટ કરતા પોતાને ‘ચિકના ચમેલા’ બતાવતા લખ્યું હતું કે, ‘મારો નવો લુક ચિકના ચમેલા, કે પછી હું ફરી મારી દાઢી વધારુ’. આ પોસ્ટ પર કમેન્ટ્સ કરતા સાનિયાએ લખ્યું હતું કે, ‘ચિન છુપાવવા માટે તમે પાઉટ કરી રહ્યા છો? તમારી દાઢી પરત લાવો’.

ઉલ્લેખનીય છે કે, યુવરાજ સિંહે આ વર્ષે વર્લ્ડ કપ પછી આંતરાષ્ટ્રીય ક્રિકેટ અને આઈપીએલમાંથી નિવૃતિ લઈ લીધી છે. તેમણે હવે વિદેશમાં લીગ મેચ રમવાનો નિર્ણય કર્યો હતો. નિવૃતિ પછી કેનેડામાં ગ્લોબલ જી ટી-20 રમવા પહોંચ્યો હતો. હાલમાં યુવરાજ દુબઈમાં રમાઈ રહેલી ટી-10 લીગ મેચ રમી રહ્યો છે. તે મરાઠા અરેબિયન ટીમમાં સામેલ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]