ઈન્દોર ટેસ્ટઃ મયંક અગ્રવાલની શાનદાર ડબલ સેન્ચુરી…

ઈન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે બાંગ્લાદેશ સામે રમાતી પહેલી ટેસ્ટ મેચના 15 નવેંબર, શુક્રવારે બીજા દિવસે ભારતના બેટ્સમેનોએ રનનો ઢગલો ખડકી દીધો હતો.


દિવસને અંતે ભારતે તેના પહેલા દાવમાં 6 વિકેટે 493 રન કર્યા હતા. રવિન્દ્ર જાડેજા 60 અને ઉમેશ યાદવ 25 રન સાથે દાવમાં હતો.


કર્ણાટકનો 28 વર્ષીય ઓપનર મયંક અગ્રવાલ 243 રન કરીને આઉટ થયો હતો. કારકિર્દીમાં આ તેની બીજી બેવડી સદી છે. એણે 330 બોલનો સામનો કર્યો હતો જેમાં 28 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે.


ચેતેશ્વર પૂજારા 54 રન કરીને આઉટ થયા બાદ કેપ્ટન વિરાટ કોહલી ઝીરો પર આઉટ થયો હતો. અજિંક્ય રહાણેએ 86 રન અને વિકેટકીપર રિદ્ધિમાન સહાએ 20 રન કર્યા હતા.


બાંગ્લાદેશની ટીમ પહેલા દાવમાં 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ, ભારત આજે તેનાથી 343 રન આગળ છે.


અગ્રવાલે ગઈ બીજી ઓક્ટોબરે વિશાખાપટનમમાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં 215 રન ફટકાર્યા હતા.