મનામાઃ આ વર્ષે પાકિસ્તાનની યજમાનીમાં થનારા એશિયા કપ 2023ને લઈને આજે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એક મહત્ત્વની ઇમરજન્સી બેઠક થવાની છે. આ બેઠક ખુદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ બોલાવી છે. આ મીટિંગ બહેરિનમાં થશે, જેમાં ACCના અધ્યક્ષ જય શાહ પણ સામેલ થશે. એશિયા કપ આ વર્ષે સપ્ટેમ્બરમાં પાકિસ્તાનની યજમાનીમાં થશે. એને લઈને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે પહેલાં જ સ્પષ્ટ કર્યું હતું કે ટીમ ઇન્ડિયા એશિયા કપ માટે પાકિસ્તાનની મુલાકાતે નહીં જાય.
BCCIના સૂત્રોએ કહ્યું હતું કે શાહનું આ વલણ હજી પણ કાયમ છે. આવામાં પાકિસ્તાનની સામે એશિયા કપની યજમાનપદું છીનવવાનું જોખમ ઊભું થયું છે. પાકિસ્તાનના બોર્ડના અધ્યક્ષ નજમ સેઠીએ એશિયા કપના યજમાનપદુંને લઈને ચાલી રહેલા અજમંજસતાને આ બેઠક બોલાવવામાં આવી છે.
BCCIના સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં એશિયા કપ થવાની આશા બહુ ઓછી છે. આવામાં એ ટુર્નામેન્ટ તટસ્થ સ્થળે કરાવવામાં આવે એવી શક્યતા છે. જો આવું થયું તો એશિયા કપને UAEમાં શિફ્ટ કરવામાં આવી શકે. શ્રીલંકા બીજો વિકલ્પ છે. બંને સ્થિતિઓમાં એશિયા કપનું યજમાનપદું પાકિસ્તાન પાસે રહેશે.
જય શાહે હાલમાં ACCના અધ્યક્ષ તરીકે બે વર્ષ માટે એશિયા ક્રિકેટનું શિડ્યુલ જારી કર્યું હતું, જેમાં એશિયા કપ પણ સામેલ રહ્યા છે. એ દરમ્યાન એશિયા કપની તારીખો અને સ્થળ જારી નહોતાં કર્યાં.