હૈદરાબાદઃ પાંચ ફેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થવાની છે. આ સિરીઝમાં ટીમ ઇન્ડિયાના અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્માનું રમવાનું લગભગ નિશ્ચિત છે. આશરે એક વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટમાં તે ટીમમાં પરત ફરી રહ્યો છે. તેની પાસે આ ટિસ્ટ સિરીઝમાં મોટી સફળતા મેળવવાની તક છે.
તે સિરીઝ દરમ્યાન ત્રણ વિકેટ હાંસલ કરશે તો ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ પૂરી કરી લેશે. તે અત્યાર સુધી 297 વિકેટ લઈ ચૂક્યો છે. તે ત્રણ મેચ રમવાની સાથે 100 ટેસ્ટ મેચ રમનારો ભારતીય ક્રિકેટર બની જશે. ઇશાંત શર્માએ અત્યાર સુધી 97 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. તેનાથી વધુ મેચ તો કેપ્ટન વિરાટ કોહલી અને ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ નથી રમી શક્યો. 2007માં બંગલાદેશની સામે તેણે કેરિયરની શરૂઆત કરી હતી.
ભારતીય ઝડપી બોલર ઇશાંત ઓસ્ટ્રેલિયાની સામે ટેસ્ટ સિરીઝમાં ઇજાને લીધે નથી રમી શક્યો. ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ટેસ્ટ સિરીઝની પહેલી મેચ પાંચ ફેબ્રુઆરીથી ચેન્નઈમાં રમાશે. આ સિરીઝની બીજી મેચ પણ અહીં જ રમાવાની છે.