આ વર્ષે આઈપીએલ રમાવા પર આવી છે અટકળો

નવી દિલ્હીઃ કોરોના વાયરસે વિશ્વભરમાં ઉથલ-પાથલ મચાવી દીધી છે. ભારતના ક્રિકેટ ફેન્સમાં આ વાતને લઈને ઉત્સુકતા વધી રહી છે કે શું આ વખતે આઈપીએલ 2020 નું આયોજન થશે કે નહી? જો થયું તો આ લીગની 13 મી સીઝનમાં નવા બદલાવો જોવા મળશે. અત્યારસુધી આ મોટા પ્રશ્નને લઈને કંઈજ સ્પષ્ટ થઈ શક્યું નથી. આવતીકાલે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની થનારી મીટિંગ પહેલા આજે બીસીસીઆઈના અધિકારી મુંબઈમાં મળશે. ગવર્નિંગ કાઉન્સિલની આ બેઠક પહેલા તેઓ રમત-ગમત મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી પર ચર્ચા કરશે. મિનિસ્ટ્રી ઓફ સ્પોર્ટ્સ દ્વારા તમામ સ્પોર્ટ્સ એસોસિએશન્સ અને બીસીસીઆઈને કોરોના વાયરસથી બચવા માટે એડવાઈઝરી જાહેર કરી છે.

એડવાઈઝરીમાં નિર્દેશ આપવામાં આવ્યા છે કે, કોઈપણ રમતના આયોજનમાં દર્શકો ત્યાં જોડાઈ શકશે નહી અને આવતા આદેશ સુધી તમામ મેચ બંધ દરવાજે (દર્શકો વગરના સ્ટેડિયમમાં) જ રમાશે.

આ એડવાઈઝરી બાદ, ન તો બીસીસીઆઈ અને ત તો આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ કોઈપણ નવી જાહેરાત માટે ઉતાવળા નથી. અત્યારસુધી બીસીસીઆઈ દ્વારા એટલું જ કહેવામાં આવી રહ્યું છે કે, આપણે રાહ જોઈશું અને પરિસ્થિતિઓ પર નજર રાખીને અમે બેઠા છીએ. કોઈપણ મેચને રદ્દ કરવામાં 48 કલાક લાગે છે અને કોઈપણ મેચના આયોજનમાં ઘણા સપ્તાહોનું આયોજન હોય છે. જો રમત-ગમત મંત્રાલયે ખાલી સ્ટેડિયમમાં રમવાની વાત કરી છે તો આનાથી સ્પષ્ટ સંદેશ એ જ આવે છે કે અત્યારે આઈપીએલ પર કોઈ સંકટ નથી.

મેચ સાથે જોડાયેલા કેટલાક મહત્વના મુદ્દા અને શક્યતાઓ

  • અત્યારે આ આયોજન રદ્દ કરવામાં નથી આવ્યું અને આયોજકો દ્વારા નક્કી તારીખોમાં જ મેચનું આયોજન કરવાની વાત કહેવામાં આવી છે. જો કે શક્યતા છે કે આ ટૂર્નામેન્ટને સ્થગિત કરવામાં આવી શકે છે અથવા તો આના ફોર્મેટમાં કેટલાક બદલાવ કરવામાં આવી શકે છે, જેનાથી આનું સ્વરુપ નાનું કરવામાં આવી શકે છે જેથી બંધ દરવાજે મેચ રમી શકાય.
  • મેચ રદ્દ થવાની શક્યતા વર્તમાન સમયમાં તો નથી પરંતુ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીના આધાર પર બીસીસીઆઈ આ ટૂર્નામેન્ટ કરાવવા પર વિચાર કરી શકે છે. બીસીસીઆઈ પોતાના પ્લાન-B પર કામ કરી રહ્યું છે. તો શક્યતા છે કે આવનારા દિવસોમાં જો આ વાયરસની સ્થિતિ વધારે ભયાનક થશે તો પછી મેચ રદ્દ પણ થઈ શકે છે. અત્યારે ટુર્નામેન્ટ શરુ થવામાં 17 દિવસ બાકી છે.
  • અત્યારે પ્રથમ વિકલ્પ તો એ જ છે કે ખાલી સ્ટેડિયમમાં મેચનું આયોજન શક્ય છે. ફ્રેન્ચાઈઝીઓ અને પ્રસારણકર્તાઓને સરકારની એડવાઈઝરીનું પાલન કરવું પડશે. ત્યારે આ ટૂર્નામેન્ટના સીમિત સ્થાનોમાં જ આયોજન કરવા પર વિચાર થઈ શકે છે. શક્યતાઓ છે કે બીજો વિકલ્પ જરુર પડવા પર વર્તમાન ફોર્મેટમાં બદલાવનો છે. 8 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી શકે છે જેવું 2011 ની સીઝનમાં થયું હતું. બાદમાં ટૂર્નામેન્ટમાં 20 થી 25 મેચમાં જ ફાઈનલ સુધીનો રોડ માપ તૈયાર કરી લેવામાં આવશે અને એક મહીનામાં આ ટૂર્નામેન્ટને પૂરી કરી દેવામાં આવશે.
  • ઓસ્ટ્રેલિયાઈ ઓપનર ડેવિડ વોર્નરના વીઝાની અરજી ફગાવી દેવામાં આવી છે. જો કે જે લોકોને આની જાણકારી છે તેમનું કહેવું છે કે, અરજી રદ્દ થવા પાછળ તેમની એપ્લિકેશનમાં ટેક્નિકલી ક્ષતીનું કારણ હતું અન્ય કંઈ જ નહી. શક્યતાઓ છે કે પ્લેયર્સની વિઝા પ્રક્રિયા માટે ફ્રેન્ચાઈઝીઓને સરકાર સાથે ચર્ચા કરવી પડશે, જો સરકારને બંધ દરવાજે મેચ રમાય તેના આયોજનમાં કોઈ સમસ્યા ન હોય, ત્યારે પ્લેયર્સને અપવાદ શ્રેણીના રુપમાં વિઝા મળી શકે છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]