ટીમ ઇન્ડિયાને અટકાવવાનો રસ્તો કયો?: મલિકનો જવાબ વાઇરલ…

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ ICC મેન્સ ODI વર્લ્ડ કપમાં સળંગ આઠ મેચ જીતીને 16 પોઇન્ટ સાથે ટોચ પર છે અને લીગ સ્ટેજમાં પણ ટીમ પ્રમ ક્રમાંકે રહેશે. ગઈ કાલે કોલકાતાના ઇડન ગાર્ડનમાં ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકાને કચડી નાખ્યું હતું અને 243 રનથી સજ્જડ હાર આપી હતી.

ટીમ ઇન્ડિયાએ ગઈ કાલની મેચમાં પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 326 રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલીએ 121 બોલમાં 101 રન બનાવ્યા હતા શ્રેયસ ઐયરે 77 રન બનાવ્યા હતા. જ્યારે દક્ષિણ આફ્રિકા 27.1 ઓવરમાં માત્ર 83 રનમાં ખખડ્યું હતું. 34 વર્ષીય રવીન્દ્ર જાડેજાએ દક્ષિણ આફ્રિકાને 33 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામે 243 રનના રેકોર્ડ માર્જિનથી ત્રીજી સૌથી મોટી જીત મેળવી હતી.

જેથી પાકિસ્તાની ભૂતપૂર્વ કેપ્ટનો- વાસિમ અક્રમ, શોએબ મલિક, મોઇન ખાન અને મિસ્બાહ ઉલ હકે સવાલ કર્યો હતો કે આ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાને અટકાવવાનો રસ્તો કયો? એ સવાલના જવાબમાં એ શોમાં શોએબ મલિકે ત્રણ શબ્દો કહ્યા હતા. ટેનિસ સુપરસ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કરનાર 41 વર્ષીય રાઇટ હેન્ડેડ બેટરે કહ્યું હતું કે ‘ટીવી બંધ કરી દો’ એનો આ જવાબનો વિડિયો વાઇલ થઈ રહ્યો છે.

અક્રમે કહ્યું હતું કે વર્લ્ડ કપમાં ન્યુ ઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન સહિત દરેક ટીમ એમ જ કહી રહી છે અને સેમી-ફાઇનલમાં રમનારી ટીમો પણ એમ કહી રહી છે કે તેઓ ઘણું સારો દેખાવ કરી રહ્યા છે અને એનું પ્લાનિંગ એક વર્ષથી તેમણે કરી રાખ્યું છે.