વેસ્ટ ઇન્ડિઝે ODI સિરીઝ માટે ટીમનું એલાન કર્યું

ત્રિનિદાદઃ ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ સિરીઝ 1-0થી જીત્યા પછી બીજી ટેસ્ટ ડ્રોમાં ગઈ હતી, કેમ કે પોર્ટ ઓફ સ્પેનમાં અંતિમ દિવસે વરસાદને લીધે મેચ નહોતી થઈ થકી. હવે બંને ટીમો વચ્ચે ODI સિરીઝ 27 જુલાઈ ગુરુવારથી શરૂ થઈ રહી છે. BCCI પહેલાં જ વનડે સિરીઝ માટે ટીમની જાહેરાત કરી ચૂક્યું છે. હવે વેસ્ટ ઇન્ડિઝે ODI સિરીઝ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.

ટીમ ઇન્ડિયાની વિરુદ્ધ વનડે સિરીઝ માટે વેસ્ટ ઇન્ડિઝ ટીમમાં કેટલાક ક્રિકેટરોની વાપસી થઈ છે તો કેટલાક સિનિયર ક્રિકેટરોને ટીમની બહારનો રસ્ત દેખાડવામાં આવ્યો છે. જેમાં નિકોલસ પૂરન અને જેસન હોલ્ડર છે- જેમનો ટીમમાં સમાવેશ કરવામાં નથી આવ્યો. IPL 2023માં સારો દેખાવ કરનાર શિમરન હેટમાયરની ટીમમાં વાપસી થઈ છે. ભારતની સામે વનડે સિરીઝ માટે વેસ્ટ ઇન્ડિઝ ટીમની કેપ્ટનશિપ વિકેટકીપર શાઇ હોપ કરશે. જ્યારે રોવમેન પોવેલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સિવાય ટીમમાં કેટલાક ઇજાગ્રસ્ત ક્રિકેટરોની વાપસી થઈ છે. જેમાં ઝડપી બોલર જેડન સીલ્સ, લેગ સ્પિનર યાનિક કારિયા અને સ્પિનર ગુડાકેશ મોતી સામેલ છે.

 વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટના મુખ્ય પસંદગીકારે કહ્યું હતું કે ઓશાને થોમસ અને શિમરન હેટમાયરની વાપસીથી ખુશ છું. બંને પહેલાં જ ઇન્ટરનેશનલ સ્તરે રમી ચૂક્યા છે.હાલ બંને ક્રિકેટરો ટીમના પરત ફર્યા છે. હેટમાયર ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે. તેના આવવાથી મધ્યમ ક્રમ મજબૂત થશે.