કેપટાઉનઃ ICC મહિલા T20 વિશ્વ કપ 2023માં ભારતીય ટીમે ગઈ કાલે ઇતિહાસ રચ્યો હતો. ભારતે પાકિસ્તાનની સામેની મેચમાં 19 ઓવરમાં ત્રણ વિકેટે 151 રન બનાવીને ટુર્નામેન્ટમાં જીત સાથે વિજયી અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ભારતે T20 વિશ્વ કપમાં સૌપ્રથમ વાર 150 રનનો લક્ષ્યાંક હાસંલ કર્યો હતો.
ભારતની આ જીતમાં ત્રીજા ક્રમાંકની બેટ્સમેન જેમિમા રોડ્રિગ્સ અને વિકેટકીપર ઋચા ઘોષે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જેમિમાએ આઠ ચોક્કાની મદદથી 38 બોલમાં 53 રન બનાવીને નોટઆઉટ રહી હતી, જ્યારે ઋચા ઘોષે 31 રન બનાવ્યા હતા, જેમાં તેણ 20 બોલમાં પાંચ ચોક્કા માર્યા હતા. તેણે સ્વીકાર કર્યો હતો કે ટીમની કટ્ટર વિરોધી પાકિસ્તાન સામેની જીત પાકિસ્તાનની સામે ટીમ ઇન્ડિયાને ચાર વિકેટે અપાયેલી કોહલીની 53 બોલમાં 82 રનની નોટઆઉટ ઇનિંગ્સ તેના માટે પ્રેરણાદાયી હતી.
22 વર્ષીય ક્રિકેટરે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાનની મેચ હંમેશાં રસપ્રદ હોય છે અને અમે આ વિશે ટીમની મીટિંગમાં વિચારવિમર્શ કર્યો હતો, પણ મને MCGમાં મેચ જોવાનું યાદ છે, જ્યારે વિરાટે કોહલી પાકિસ્તાન સામે અસાધારણ ઇનિંગ્સ રમી હતી. અમે એ કોહલીની ઇનિંગ્સ વિશે વાત કરી હતી અને અમે પણ એની જેમ જ આક્રમક રમત રમવા ઇચ્છતા હતા. આ ઇનિંગ ટીમ માટે બદલો લેવા જેવી હતી, કેમ કે ગયા વર્ષે મહિલા એશિયા કપમાં ગ્રીન ઇન વીમેનની સામે હારનો સામનો કરવો પડ્યો હતો.