ટોક્યો ઓલિમ્પિક્સ બેડમિન્ટનઃ સિંધુની વિજયી શરૂઆત

ટોક્યોઃ ભારતની બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુએ 2020 ટોક્યો ઓલિમ્પિક્સમાં વિજયી પ્રારંભ કર્યો છે. આજે સવારે, ગ્રુપ-J માં પોતાની પ્રારંભિક મેચમાં તેણે ઈઝરાયલની ખેલાડી કેનીયા પોલીકાર્પોવાને બે સીધી ગેમમાં પરાજય આપ્યો હતો. સિંધુએ તેની મેચ 21-7, 21-10થી જીતી લીધી હતી. આ મેચ તેણે માત્ર 28 મિનિટમાં જ સમાપ્ત કરી દીધી હતી.

આમ છતાં, શૂટિંગની રમતમાં ભારતને નિરાશા સાંપડી છે. મેડલ માટે આશાસ્પદ એવી મનુ ભાકર મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ફાઈનલ (મેડલ હરીફાઈ) માટે ક્વોલિફાઈ થવામાં નિષ્ફળ ગઈ છે. એ 5,757ના કુલ સ્કોર સાથે 12મા નંબરે રહી હતી. અન્ય ભારતીય ખેલાડી યશસ્વિની સિંહ 574ના કુલ સ્કોર સાથે 13મા નંબરે રહી હતી.

મનુ ભાકર – ક્વોલિફાઈંગ રાઉન્ડમાં પિસ્તોલે દગો દીધો