અનેક ક્રિકેટરો કોરોના સંક્રમિત થતાં IPL-2021 સ્થગિત કરાઈ

મુંબઈઃ IPL મેચો રમી રહેલા ક્રિકેટરોમાં કોરોના સંક્રમણ હોવાના અહેવાલ આવ્યા પછી BCCIએ IPLને અનિશ્ચિત કાળ સુધી ટાળી દીધી છે. IPLના ચેરમેન બ્રિજેશ પટેલે આ માહિતી શેર કરી હતી. KKRની ટીમ પછી હૈદરાબાદની ટીમ (SRH)ના ક્રિકેટરો પણ કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. હૈદારાબાદના ક્રિકેટરોના કોરોના પોઝિટિવ થવાની સાથે હવે ટીમ આઇસોલેશનમાં ચાલી ગઈ છે. અત્યાર સુધી આશરે 11 જણ કોરોના સંક્રમિત થયા છે.બીજી બાજુ ચેન્નઈ સુપરકિંગ્સનો સપોર્ટ સ્ટાફ કોરોના પોઝિટિવ થયો હતો. આવામાં BCCIS તત્કાળ અસરથી અનિશ્ચિત કાળ માટે IPLને ટાળી દીધી છે.

BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું હુતં કે કોરોના કેસોની વચ્ચે બોર્ડે આ પગલું ઉઠાવ્યું છે. આ સીઝનની IPLને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. IPL લીગની ગવર્નિંગ કાઉન્સિલ અને BCCIની ઇમર્જન્સી બેઠકમાં આ વાત સહમતી બની હતી.

જો IPLને રદ કરવામાં આવશે તો લગભગ BCCIને રૂ. 2000 કરોડનું નુકસાન થશે. આ સાથે ભારતમાં યોજાનાર T20 વર્લ્ડ કપ પર પણ જોખમ ઊભું થશે. જો તેનું આયોજન ભારત પાસેથી છીનવી લેવામાં આવશે તો પણ BCCIને કરોડો રૂપિયાનું નુકસાન થશે.

આ IPL-2021ની શરૂઆત પહેલાં જ ઘણા ખેલાડીઓ કોરોનાની ઝપટમાં આવી ગયા હતા. કોલકાતા નાઇટ રાઇડર્સના નીતીશ રાણા, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના દેવદત્ત પડિક્કલ, દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલ, એનરિચ નોર્ખિયા અને ડેનિયલ સિમ્સન પણ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા હતા.