નવી દિલ્હીઃ ICC T20 વર્લ્ડ કપ 2021 ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમ પાસે હોમ ગ્રાઉન્ડ પર ડિન્ફેન્ડ કરવાની તક છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે સત્તાવાર રૂપે T20 વર્લ્ડ કપ યોજવાની ઘોષણા કરી છે. વર્ષ 2022નો T20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયાનાં સાત વિવિધ શહેરોમાં રમાશે. શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝની ટીમને સુપર 12માં સ્થાન મેળવવા માટે ક્વોલિફાયર્સ રમવી પડશે. આ વિશ્વ કપ વર્ષ 2020માં રમાવાનો હતો, પણ કોરોના રોગચાળાને એને બે વર્ષ માટે સ્થગિત કરવામાં આવ્યો હતો. હવે આ ટુનાર્મેન્ટ વર્ષ 2022માં 16 ઓક્ટોબરથી 13 નવેમ્બરની વચ્ચે રમાશે.
વર્ષ 2022માં T20 વર્લ્ડ કપમાં કુલ 45 મેચો રમાશે, જેમાં એડીલેડ, બ્રિસ્બેન, જિલોન્ગ, હોબાર્ટ, મેલબોર્ન, પર્થ અને સિડની શહેરોને મેચ માટે પસંદ કરવામાં આવ્યાં છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલેન્ડે આગામી વર્ષેના આયોજનના સુપર 12 ગ્રુપમાં ક્વોલિફાય કરી લીધું છે, કેમ કે આ બંને ટીમોએ આ વખતે વર્લ્ડ કપની ફાઇનલ રમી હતી. વિશ્વની આગામી છ સર્વોચ્ચ રેન્કિંગવાળી ટીમો- ઇંગ્લેન્ડ, ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન અને બંગલાદેશે વર્ષ 2022 ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં સરળતાથી જગ્યા બનાવી લીધી છે. નામિબિયા, સ્કોટલેન્ડ, શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ પહેલા રાઉન્ડમાં મેચો રમશે.
અમે ઓસ્ટ્રેલિયામાં ICC ઇવેન્ટ્સને પરત ફરવા માટે ઉત્સુક છીએ અને ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2022 માટે સાત યજમાન શહેરોની ઘોષણા કરતા આનંદ થઈ રહ્યો છે, એમ ICCના હેડ ઓફ ઇવેન્ટ્સ ક્રિસ ટેટલીએ કહ્યું હતું.