દુબઈઃ ગઈ કાલે ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 8-વિકેટથી હરાવીને T20 વર્લ્ડ કપ-2021 જીતનાર ઓસ્ટ્રેલિયાની ટીમને ઈનામી રકમના રૂપમાં રૂ.13 કરોડ 10 લાખ મળ્યા છે. (આમાં રૂ. 11.9 કરોડ સ્પર્ધા જીતવા બદલ અને બીજાં રૂ. 1.2 કરોડ સુપર-12 તબક્કામાં પાંચમાંની ચાર મેચ જીતવા બદલ મળ્યા છે). રનર્સ-અપ ન્યૂઝીલેન્ડને કુલ રૂ. 7.15 કરોડ મળ્યા છે. (ફાઈનલમાં પહોંચવા બદલ રૂ. 5.95 કરોડ મળ્યા છે). સેમી ફાઈનલમાં પહોંચનાર અન્ય બે ટીમ – ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનને રૂ. 3-3 કરોડનું ઈનામ મળ્યું છે. પાકિસ્તાનને આ ઉપરાંત સુપર-12 તબક્કામાં પાંચેય મેચ જીતવા બદલ બીજા રૂ. 1.5 કરોડ પણ મળ્યા છે.
આ વખતની સ્પર્ધા માટે કુલ 56 લાખ ડોલર (આશરે રૂ. 42 કરોડ)ની ઈનામી રકમ રાખવામાં આવી હતી. આ રકમ સ્પર્ધામાં ભાગ લેનાર 16 ટીમો વચ્ચે વહેંચી દેવામાં આવી છે. ODI વર્લ્ડ કપ પાંચ વખત જીતનાર ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપ આ પહેલી જ વાર જીત્યું છે.
દરેક ટીમને આટલી ઈનામી રકમ મળીઃ
ઓસ્ટ્રેલિયા (વિજેતા) – રૂ. 13.1 કરોડ
ન્યૂઝીલેન્ડ (રનર્સ-અપ) – રૂ. 7.15 કરોડ
પાકિસ્તાન (સેમી ફાઈનલ) – રૂ. 4.5 કરોડ
ઈંગ્લેન્ડ (સેમી ફાઈનલ) – રૂ. 4.2 કરોડ
શ્રીલંકા (સુપર-12) – રૂ. 2.02 કરોડ
દક્ષિણ આફ્રિકા (સુપર-12) – રૂ. 1.72 કરોડ
ભારત (સુપર-12) – રૂ. 1.42 કરોડ
નામીબિયા (સુપર-12) – રૂ. 1.42 કરોડ
સ્કોટલેન્ડ (સુપર-12) – રૂ. 1.42 કરોડ
બાંગ્લાદેશ (સુપર-12) – રૂ. 1.12 કરોડ
અફઘાનિસ્તાન (સુપર-12) – રૂ. 1.12 કરોડ
વેસ્ટ ઈન્ડિઝ (સુપર-12) – રૂ. 82 લાખ
ઓમાન (ક્વાલિફાઈંગમાં આઉટ) – રૂ. 60 લાખ
આયરલેન્ડ (ક્વાલિફાઈંગમાં આઉટ) – રૂ. 60 લાખ
પપુઆ ન્યૂગિની (ક્વાલિફાઈંગમાં આઉટ) – રૂ. 30 લાખ
નેધરલેન્ડ્સ (ક્વાલિફાઈંગમાં આઉટ) – રૂ. 30 લાખ