કોલંબોઃ યજમાન શ્રીલંકાએ કોલંબોમાં ત્રીજી અને છેલ્લી T20 મેચમાં શિખર ધવનની કેપ્ટનશિપની ટીમને સાત વિકેટે હરાવીને T20ની સિરીઝ જીતી લીધી છે. શ્રીલંકાના બોલરોએ ભારતને 81 રન સુધી સીમિત રાખ્યા હતા. જેથી શ્રીલંકાએ આ મેચ સાત વિકેટે જીતી લીધી હતી. શ્રીલંકાએ ભારત સામેની T20 સિરીઝ 2-1થી જીતી લીધી હતી.
ભરાતીય ટીમના કુણાલ પંડયા અને અન્ય આઠ અન્ય ખેલાડીઓએ કોરોનાને કારણે બીજી T20 મેચમાં ચાર વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી શ્રીલંકાએ ત્રણ T20 મેચની 1-1થી બરાબરી કરી હતી.
ભારતે શ્રીલંકા સામે ત્રીજી T20 વનડેમાં પાંચ બેટ્સમેનો સાથે રમી હતી, પણ ભારતના પ્રારંભિક બેટિંગ પત્તાંની જેમ તૂટી પડ્યા હતા. જેમા ઋતુરાજ ગાયકવાડ (14), કેપ્ટન ધવન (0), સંજુ સેમસન (0), દેવદત્ત પડ્ડિકલ (9) સસ્તામાં આઉટ થયા હતા. ટેઇલ એન્ડર કુલદીપ યાદવ (23) અને ભુવનેશ્વર કુમાર (16)એ ભારતને T20 મેચના સૌથી ઓછા કુલ સ્કોર (74)થી આગળ વધવામાં મદદ કરીને બોર્ડ પર કુલ 81 રન બનાવ્યા હતા. સામે પક્ષે શ્રીલંકન સ્પિનરોએ રંગ રાખ્યો હતો.
બર્થડે બોય વાનિંદુ હસરંગાએ શ્રીલંકા માટે ચાર ઓવરમાં નવ રન આપીને ચાર વિકેટ લીધી હતી અને શ્રીલંકાને ધનંજય ડિસિલ્વાએ (23) અને હસરંગાએ (14) રન બનાવીને નોટઆઉટ રહ્યા હતા.
શ્રીલંકાએ 13 વર્ષ પછી ભારત સામે T20 સિરીઝ જીતી છે.