સિડનીઃ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથે સિડની ટેસ્ટ દરમ્યાન ભારતીય બેટ્સમેન ઋષભ પંતના ગાર્ડ ભૂંસવાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. મેચ પત્યા પછી સ્મથે કહ્યું હતું કે આ વિવાદ વિશે વાત કરતાં કહ્યું હતું કે તે એનાથી ઘણો હેરાન અને નિરાશ છે. સિડની ટેસ્ટના છેલ્લા દિવસથી માંડીને અત્યાર સુધી સોશિયલ મિડિયા પર સ્મિથને સતત નિશાન બનાવવામાં આવી રહ્યો છે. ફેન્સે તેને બેઇમાન કહ્યો- જેથી તેને દુઃખ થયું છે.
સિડની ટેસ્ટના મેન ઓફ ધ મેચ સ્મિથે પહેલી ઇંનિંગ્ઝમાં 131 રન અને બીજી ઇંનિંગ્ઝમાં 81 રનો બનાવ્યા હતા. જ્યારે ઋષભ પંત (97) અને ચેતેશ્વર પુજારાની જોડીએ શાનદાર બેટિંગથી ઓસ્ટ્રેલિયા પરેશાન હતું. તેમની આ પાર્ટનરશિપથી ઓસ્ટ્રેલિયાને હાર દેખાતી હતી. આ દરમ્યાન પહેલાં સેશનમાં સ્ટીવ સ્મિથ ક્રીઝ પર પગ વડે માર્ક મિટાવતો માલૂમ પડ્યો હતો. સોશિયલ મિડિયા પર વિડિયો વાઇરલ થતાં સ્મિથને ચાહકોએ ફરી એક વાર દગાબાજ કહ્યો હતો.
This is very very poor from Steve smith !! https://t.co/UwUz7zrdzx
— Michael Vaughan (@MichaelVaughan) January 11, 2021
સ્મિથે આ બધા આરોપોનું ખંડન કર્યું હતું. લોકોએ જે રીતે એના પર પ્રતિક્રિયા આપી છે. એનાથી મને નિરાશા થઈ છે. હું દરેક મેચમાં શેડો બેટિંગ કરું છું. સ્મિથ પહેલાં ટિમ પેને તેમું સમર્થન કર્યું હતું.
કોચ જસ્ટિન લેન્ગરે સિડની ટેસ્ટમાં સ્ટીવ સ્મિથનો બચાવ કરતાં કહ્યું હતું કે આ બકવાસ છે અને મર્યાદાની બહાર છે. જોકે ક્રિકેટચાહકો અને માઇકલ વોન સહિત ભૂતપૂર્વ ખેલાડીઓએ આની ટીકા કરી હતી.