WFIને આંચકો, ચૂંટણી નહીં થવાથી UWWનું સભ્યપદ રદ

નવી દિલ્હીઃ ભારતીય કુશ્તી ખેલાડીઓ માટે એક માઠા સમાચાર છે. યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે રેસલિંગ (UWW) ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI)નું સભ્યપદ રદ કરી દીધું છે. UWWએ 30 મેએ WFIને પત્ર લખીને આગામી 45 દિવસ એટલે કે 15 જુલાઈ સુધી રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની ચૂંટણી માટે જણાવ્યું હતું. એ સાથે ચેતવણી પણ આપી હતી કે જો 15 જુલાઈ સુધી ચૂંટણી નહીં થયા તો UWWનું સભ્યપદ રદ થઈ જશે.

WFIની ચૂંટણી 11 જુલાઈએ થવાની હતી., પરંતુ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવાના અધિકાર આપવાની વિનંતી કરતા આસામ કુશ્તી સંઘની અરજી પછી ગૌહાટી હાઇકોર્ટે એના પર સ્ટે ઓર્ડ આપ્યો હતો. ત્યાર બાદ ગયા મહિને સુપ્રીમ કોર્ટે WFIની ચૂંટણી પર ગૌહાટી હાઇકોર્ટના સ્ટે ઓર્ડરને દૂર કતાં સંબંધિત ચૂંટણીનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો.

UWWએ આ નિર્ણય ભારતીય ફેડરેશનની ચૂંટણી ન થવાને કારણે લીધો છે. ભારતીય રેસલિંગ ફેડરેશનની ચૂંટણી જૂનમાં આયોજિત થવાની હતી, પણ અત્યાર સુધી એ થઈ નથી શકી.  રેસલિંગ ફેડરેશનનું સભ્યપદ રદ થવાનો અર્થ એ છે કે ભારતીય ખેલાડીઓ ભારતના ઝંડા હેઠળ નહીં ભાગ લઈ શકે. ભારતીય પહેલવાનો હવે બ્રેલગ્રેડમાં થનારી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તિરંગા હેઠળ નહી પણ UWWના ઝંડા હેઠળ ભાગ લેશે. એ સાથે રેસલર અહીં પેરિસ ઓલિમ્પિકનો ક્વોટા હાંસલ કરશે અને એને NOC ક્વોટી માનવામાં આવશે.

UWW દ્વારા આ કાર્યવાહી WFI તરફથી અત્યાર સુધી જરૂરી ચૂંટણીમાં નિષ્ફળતાને કારણે થઈ છે.