શિખરની લવસ્ટોરી ફેસબુકથી શરૂ, ઇન્સ્ટાગ્રામ પર પૂરી

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ધાકડ બેટ્સમેન શિખર ધવનના હાલમાં પત્ની આયેશા મુખરજી સાથે છૂટાછેડા લીધા હતા. આ ન્યૂઝથી લોકોને ભારે આશ્ચર્ય થયું હતું. ક્રિકેટજગતમાં આ સૌથી હોટ જોડી હતી. શિખરની લવ સ્ટોરી ફેસબુકથી શરૂ થઈ અને ઇન્સ્ટાગ્રામ પર ખતમ થઈ હતી. શિખરે સૌપ્રથમ આયશાને ફેસબુક પર જોઈ હતી. શિખર ધવન ફરી એક વાર ફેસબુક સ્ક્રોલ કરી રહ્યો હતો, ત્યારે અચાનક આયશાની ફોટો પર નજર પડી. આયશા ફેબસુક પર હરભજન સિંહ- બંનેની કોમન ફ્રેન્ડમાંથી હતી.

શિખરે તરત ફેસબુક પર આયશાને રિકવેસ્ટ મોકલી હતી, જે આયશાએ એક્સેપ્ટ પણ કરી લીધી હતી. બંને વચ્ચે ફેસબુક પર ચેટિંગ શરૂ થયું. બંને થોડા દિવસોમાં સારા મિત્રો બની ગયા. એ પછી હરભજને બંનેની રિલેશનશિપને આગળ વધારી હતી. હરભજને શિખર ધવનને જણાવ્યું હતું કે આયશા છૂટાછેડાવાળી છે, પણ શિખરને કોઈ ફરક નથી પડતો. આયશા શિખરથી 10 વર્ષ મોટી છે, શિખરનું આયશા પર દિલ આવી ગયું હતું.

જોકે શિખરનો પરિવાર એક છૂટાછેડાવાળી અને 10 વર્ષ મોટી મહિલાથી શિખરનો સંબંધ કરાવવા રાજી નહોતા. જોકે પછી વર્ષ 2009માં શિખરે અને આયશાએ સગાઈ કરી લીધી. એ પછી બંનેએ 2012માં લગ્ન કરી લીધાં. દિલ્હીમાં રહેતી આયશા મૂળ બંગાળની રહેવાસી છે. તે એંગ્લો ઇન્ડિયન છે. આયશા પિતા ભારતીય છે, જ્યારે માતા બ્રિટિશ મૂળની છે.
શિખર આયશાને એક પુત્ર જોરાવર છે., જે છ વર્ષનો છે. જોકે આયશાને પહેલાં લગ્નથી તેમની બે પુત્રીઓ આલિયા અને રિયા છે. આલિયા હાલ 20 વર્ષની છે, જ્યારે રિયા 15 વર્ષની છે.

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]