મુંબઈઃ ભારતીય સિનિયર પસંદગીકારોની સમિતિએ આવતા મહિને શ્રીલંકામાં 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચો અને 3 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમવા જનારી ભારતીય ટીમની જાહેરાત કરી છે. ટીમનું સુકાન શિખર ધવનને સોંપવામાં આવ્યું છે. ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમાર વાઈસ-કેપ્ટન છે. ધવનને હાલ ઈંગ્લેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ મેચ તથા ત્યારબાદ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ધવનની પસંદગી કરાઈ નથી. આઈપીએલ સ્પર્ધામાં પ્રભાવક દેખાવ કરવા બદલ પસંદગીકારોએ શ્રીલંકાના પ્રવાસ માટે ભાવનગરના વતની ડાબોડી ફાસ્ટ બોલર ચેતન સાકરીયા, નીતિશ રાણા, ઋતુરાજ ગાયકવાડ, દેવદત્ત પડીક્કલની પસંદગી કરી છે.
ભારતીય ટીમ આ મુજબ છેઃ શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શૉ, દેવદત્ત પડીક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતિશ રાણા, ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, કે. ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ભૂવનેશ્વર કુમાર (વાઈસ-કેપ્ટન), દીપક ચાહર, નવદીપ સૈની, ચેતન સાકરીયા. (નેટ બોલર તરીકે ઈશાન પોરેલ, સંદીપ વોરિયર, અર્શદીપસિંહ, સાઈ કિશોર, સિમરજીતસિંહની પસંદગી કરવામાં આવી છે)
મેચોનો કાર્યક્રમ (બધી મેચો કોલંબોમાં રમાશે)
પહેલી વન-ડે 13 જુલાઈ
બીજી વન-ડે 16 જુલાઈ
ત્રીજી વન-ડે 18 જુલાઈ
પહેલી T20I 21 જુલાઈ
બીજી T20I 23 જુલાઈ
ત્રીજી T20I 25 જુલાઈ