મોટેરામાં જય શાહ ઈલેવને ગાંગુલી ઈલેવનને હરાવી

અમદાવાદઃ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનો દરજ્જો મેળવનાર અહીંના સરદાર પટેલ અથવા મોટેરા સ્ટેડિયમમાં આજે એક ફ્રેન્ડલી ક્રિકેટ મેચ રમાઈ ગઈ. આ મેચ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીના નેતૃત્ત્વ હેઠળ પ્રેસિડન્ટ ઈલેવન અને બોર્ડના સચિવ જય શાહના નેતૃત્ત્વ હેઠળ સેક્રેટરી ઈલેવન વચ્ચે રમાઈ હતી, જેમાં જય શાહ ઈલેવન 28-રનથી વિજયી થઈ. ગાંગુલીએ 32 બોલમાં 53 રન કર્યા હતા અને નોટઆઉટ રહ્યા હતા અને બોલિંગમાં એક વિકેટ પણ લીધી હતી. અઝહરુદ્દીને 22 બોલમાં 37 રન કર્ય હતા. જય શાહે 6 બોલમાં બે રન કર્યા હતા અને ગાંગુલીએ એમને ક્લીનો બોલ્ડ કર્યા હતા. જય શાહે બોલિંગમાં બે વિકેટ લીધી હતી.

મેચમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન જય શાહ ઈલેવન તરફથી રમ્યા હતા. બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ મેચ રેફરીની કામગીરી બજાવી હતી. ઉલ્લેખનીય છે કે, બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય સભા આવતી કાલે અહીં નિર્ધારિત છે.