બીજી ટેસ્ટ માટે ટીમ-ઈન્ડિયાએ તૈયારી શરૂ કરી

મેલબર્નઃ એડીલેડમાં પહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલા ઘોર પરાજયની નિરાશાને બાજુએ રાખીને ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ આવતી 26 ડિસેમ્બરથી અહીં શરૂ થનાર બીજી ટેસ્ટ મેચ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરતા ભારતીય ખેલાડીઓની તસવીરો ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે.

બીસીસીઆઈએ ટ્વીટમાં 28-સેકંડનો એક વિડિયો પણ મૂક્યો છે, જેમાં બેટ્સમેન શુભમન ગિલ નેટ્સમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે. બીજા વિડિયોમાં રવિન્દ્ર જાડેજાને બોલિંગ પ્રેક્ટિસ કરતો જોઈ શકાય છે. ચાર-મેચની શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનું સુકાન અજિંક્ય રહાણે સંભાળશે. પહેલી ટેસ્ટમાં ભારતનો 8-વિકેટથી પરાજય થયો હતો. બીજા દાવમાં ભારતીય ટીમ માત્ર 36 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. એ મેચમાં સુકાન સંભાળનાર વિરાટ કોહલી એની પત્ની અનુષ્કા પાસે રહેવા માટે પેટર્નિટી લીવ લઈને મુંબઈ પાછો પહોંચી ગયો છે. અનુષ્કા ગર્ભવતી છે અને બંનેનાં પ્રથમ સંતાનને જન્મ આપવાની તૈયારીમાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]