નવી દિલ્હીઃ મશહૂર બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ અને એક્ટર સિદ્ધાર્થની ટિપ્પણીએ વિવાદ વકર્યો છે. સાઇનાએ કહ્યું હતું કે વડા પ્રધાન મોદીની સુરક્ષામાં ગંભીર ચૂકને મુદ્દે તેણે જે ચિંતા વ્યક્ત કરી હતી, જેના પર સિદ્ધાર્થે ભદ્દી ટિપ્પણી કરી હતી.
સિદ્ધાર્થ ટિપ્પણી માટે સારા શબ્દોનો ઉપયોગ કરી શકતો હતો. સિદ્ધાર્થની સાઇનાની ટ્વીટ પરની ટિપ્પણીની ખૂબ ટીકા થઈ રહી છે. સાઇના ભાજપની સભ્ય છે. તેણે કહ્યું હતું કે મને નથી માલૂમ કે એનો શો અર્થ થાય? તે સારા શબ્દોથી એની વાત કરી શકતો હતો, પણ તેણે પોતાની તરફ ધ્યાન ખેંચવા આવું કર્યું.
https://twitter.com/Actor_Siddharth/status/1478936743780904966
સાઇનાએ કહ્યું હતું કે જો વડા પ્રધાનની સુરક્ષાનો એક મુદ્દો છે તો મને નથી માલૂમ કે દેશમાં શું સુરક્ષિત છે. મહિલા પંચે કહ્યું હતું કે આ મામલો ગંભીરતાથી લેતાં રેખા શર્માએ ટ્વિટર ઇન્ડિયાના સ્થાનિક ફરિયાદ અધિકારીને પત્ર લખીને કહ્યું હતું કે સિદ્ધાર્થનું ટ્વિટર એકાઉન્ટ તત્કાળ બ્લોક કરવામાં આવે.
https://twitter.com/sharmarekha/status/1480420984196714507
સાઇના હાલ ઇન્ડિયા ઓપન 2022ની તૈયારીઓમાં લાગેલી છે, જેનું આયોજન 11 જાન્યુઆરીથી નવી દિલ્હીમાં થશે. સાઇનાના ટ્વીટ પર એક્ટર સિદ્ધાર્થે લખ્યું હતું કે વિશ્વની નાની… ચેમ્પિયન…ઇશ્વરનો આભાર છે કે અમારી પાસે ભારતના રક્ષક છે. એ પછી સિદ્ધાર્થે હેશટેગ રિહાના લખ્યું હતું.
જોકે સિદ્ધાર્થે સોશિયલ મિડિયા પર ખૂબ ટ્રોલ થયો હતો. તેનું કહેવું હતું કે તેનો ઇરાદો કોઈનું અપમાન કરવાનો નહોતો.