નવદીપ સૈની બનશે ભારતનો 299મો ટેસ્ટ ક્રિકેટર

સિડનીઃ ભારતીય ટીમ આવતીકાલથી અહીં ઓસ્ટ્રેલિયા સામે ચાર-મેચોની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ રમશે. ભારતે તેની ઈલેવન ઘોષિત કરી દીધી છે. રોહિત શર્મા ટીમમાં પાછો ફર્યો છે અને તેને વાઈસ-કેપ્ટનની કામગીરી સોંપાઈ છે. એટલું જ નહીં, તે ઓપનર તરીકેના તેના જૂના રોલમાં પણ પાછો ફર્યો છે. તેને મયંક અગ્રવાલની જગ્યાએ સામેલ કરવામાં આવ્યો છે. રોહિત અને શુભમન ગિલ દાવનો આરંભ કરશે. ટીમમાં ફાસ્ટ બોલર નવદીપ સૈની નવો ચહેરો હશે. હરિયાણાના કર્નાલનો રહેવાસી, 28 વર્ષનો અને જમોડી ફાસ્ટ બોલર ભારતનો 299મો ટેસ્ટ ક્રિકેટર બનશે. ભારત અને ઓસ્ટ્રેલિયા 1-1 ટેસ્ટ જીતીને હાલ સિરીઝમાં સમાન છે.

ભારતીય ઈલેવનઃ અજિંક્ય રહાણે (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની.