નવી દિલ્હીઃ IPL 2022માં બુધવારે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને 13 રનથી હરાવી હતી. મહેન્દ્ર સિંહ ધોનીના કેપ્ટન બન્યા પછી CSKની આ પહેલી હાર છે, જ્યારે RCB સતત ત્રણ મેચ હાર્યા પછી આ મેચ જીતી છે. આ મેચમાં RCBએ પહેલાં બેટિંગ કરતાં 173 રન બનાવ્યા હતા, પણ ચેન્નઈ સુપર કિંગ્સ 20 ઓવરમાં 160 રન જ બનાવી શકી હતી. CSKને છેલ્લી ઓવરમાં જીતવા માટે 31 રનની જરૂર હતી, પણ ચેન્નઈની ટીમ 17 રન જ બનાવી શકી હતી, જેમાં બે છગ્ગા અને એક ચોક્કો સામેલ હતો. આવામાં CSK આ મેચ 13 રનોથી હારી હતી. ધોની આ મેચમાં માત્ર બે રન બનાવી શક્યો હતો અને એ આઉટ થતાં CSKની આશા પર પાણી ફરી વળ્યું હતું.
IPLમાં ચેન્નઈ માટે એમએસ ધોનીની આ 200મી મેચ છે. તે વિરાટ કોહલી પછી કોઈ પણ એક ફ્રેન્ચાઈઝી માટે 200 મેચ રમનારો માત્ર બીજો ખેલાડી બની ગયો છે.
બંને ટીમની પ્લેઇંગ-11
- RCB: ફાફ ડુપ્લેસિસ, વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક, મહિપાલ લોમરોર, વાણિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ.
- CSK: ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, મોઈન અલી, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, એમએસ ધોની, રવીન્દ્ર જાડેજા, ડ્વેન પ્રિટોરિયસ, સિમરજિત સિંહ, મુકેશ ચૌધરી, મહિષ થિક્ષ્ણા