રાશિદ ખાનનો દેશને સપોર્ટઃ વિશ્વએ દેશભક્તિને સલામ કરી

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન પર તાલિબાનીઓએ કબજો જમાવ્યો છે. સોશિયલ મિડિયા પર અફઘાનિસ્તાનથી આવી રહેલા ફોટો અને વિડિયો બહુ ખતરનાક છે. ત્યાંની સ્થિતિ બહુ ડરામણી છે અને હવે તાલિબાનની નજર અફઘાનિસ્તાનના ક્રિકેટ બોર્ડ પર પડી છે, પણ સારા સમાચાર એ છે કે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ શિડ્યુઅલ અનુસાર ક્રિકેટ રમતી રહેશે. જોકે અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાનને દેશને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો, જે પછી લોકો તેની દેશભક્તિને સલામ કરી રહ્યા છે.

અફઘાનિસ્તાનના સ્ટાર ખેલાડી રાશિદ ખાન ટૂંક સમયમાં IPL 2021ની બાકી બચેલી મેચોમાં રમતો નજરે ચઢશે, પણ એ પહેલાં તે ધ હન્ડ્રેડ ખેલ રમી રહ્યો હશે. એ દરમ્યાન તેણે એક મેચમાં એવું કર્યું હતું કે વિશ્વઆખું તેને સલામ કરી રહ્યું છે.

ધ હન્ડ્રેડની એક મેચમાં રાશિદની ટીમે ટ્રેન્ટ રોકેટ્સની સામે સાઉધર્ન બ્રેવની ટીમ હતી. તેમની ટીમ એ એલિમમિનેટરની મેચ હારીને ટુર્નામેન્ટની બહાર જરૂર હારી ગઈ છે, પણ રાશિદે બધાનું દિલ જીતી લીધું હતું. રાશિદ ખાન મેદાનમાં ઊતર્યો તો તેણે મોઢા પર અફઘાનિસ્તાનનો ઝંડો બનેલો હતો અને તેણે વિશ્વ સામે દેશને સપોર્ટ કરતાં દેશભક્તિ દાખવી હતી.

હાલમાં અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ મિડિયા મેનેજર અને પત્રકાર ઇબ્રાહિમ મોમંદે ટ્વિટર પર એk ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં બંદૂકોથી લેસ તાલિબાનીઓ ક્રિકેટ બોર્ડના મુખ્ય ઓફિસમાં હતા. આ ફોટોમાં એક આશ્ચર્ય પમાડનાર બાબત એ હતી કે અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અબદુલ્લાહ મજારી પણ તાલિબાનીઓની સાથે આ ફોટોમાં મોજૂદ હતો.