પ્રીતિએ ટ્વિન્સ બાળકો સાથે IPL મેચની મજા માણી

નવી દિલ્હીઃ પંજાબ કિંગ્સે IPL-2022 સીઝનનો પ્રારંભ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) પર શાનદાર જીત સાથે કરી હતી. પંજાબ કિંગ્સે 200થી વધુ રનનો સ્કોરનો પીછો કરતાં નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં જીત હાંસલ કરી હતી. જોકે આ પંજાબ કિંગ્સના ફેન્સ જીતની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે બોલીવૂડસ્ટાર પ્રીતિ ઝિન્ટાની ગેરહાજરી વર્તાતી હતી.

પ્રીતિ હાલમાં અમેરિકામાં તેના પતિ અને ટ્વિન બાળકોની સાથે છે. તે ગયા મહિને બેંગલુરુમાં IPL-2-2022ની મેગા લિલામીમાં પણ ભાગ નહોતી લઈ શકી. જોકે ફાફ ડુ પ્લેસિસની આગેવાની ટીમ સામે તેણે જીતને સહર્ષ વધાવી લીધી હતી.

સડ્ડા પંજાબે શું શાનદાર દેખાવ કર્યો છે, નવા જોશ દ્વારા શાનદાર રન ચેઝ જોઈને બહુ આનંદ થયો, એમ પ્રીતિએ લખ્યું હતું. પંજાબ કિંગ્સે IPL-2022ની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના 205-2ના જવાબમાં 19 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા.

પંજાબના ઓપનર શિખર ધવન અને મયંક અગ્રવાલે સારી શરૂઆત કરી હતી. તેમણે માત્ર 4.3 ઓવરમાં 50 રન કર્યા હતા. જોકે એ પછી ભાનુકા રાજપક્ષેએ 22 બોલમાં 43 રન બનાવ્યા હતા, જ્યારે પંજાબની અડધી ટીમ આઉટ થયા પછી જીતવા માટે છેલ્લી ત્રણ ઓવરમાં પ્રતિ ઓવર 12 રનોની જરૂર હતી, પણ શાહરુખ ખાન અને ઓડિયન સ્મિથ શાનદાર બેટિંગ કરીને ટીમને જીત અપાવી હતી. જોકે પ્રીતિએ ટીમનો જુસ્સો ટ્વીટ કરીને વધાર્યો હતો.

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]