શહેરમાં તોફાનો કરાવવાનું ષડયંત્ર રચતી સરકારઃ પાકિસ્તાની વિપક્ષ  

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં રાજકીય ઘટનાક્રમ ઝડપથી બદલાઈ રહ્યો છે. પાકિસ્તાનના વિપક્ષી પક્ષો વડા પ્રધાન ઇમરાન ખાન સરકારની સામે અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારી કરી રહ્યા છે, ત્યારે પાકિસ્તાની પીપલ્સ પાર્ટી (PPP)એ દાવો કર્યો હતો કે વડા પ્રધાનની ઇમરાન ખાનની સામે અવિશ્વાસ પ્રસ્તાવ તોડવા માટે ઇસ્લામાબાદના રસ્તાઓ પર બ્લડબાથ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. PPPના સેનેટર પલવાશા ખાન અને રુબિના ખાલિદે  કહ્યું હતું કે શહેરમાં ઘરેલુ અને વિદેશી તત્ત્વો રમખાણો કરવામાં સામેલ થશે, એમ પાકસ્તાની ન્યૂઝપેપર બિઝનેસ રેકોર્ડરે જણાવ્યું હતું.

જો અવિશ્વાસ પ્રસ્તાવને નિષ્ફળ કરવા માટે સરકારના ઇશારે રસ્તા પર તોફાનો થશે, તો સવાલો ઊભા કરવામાં આવશે.  ઇસ્લામાબાદમાં 10 લાખ લોકોને લાવવા માટે નાણાં કોણ આપશે?  તમે ( પાકિસ્તાની PM) પાછળ ભારત અને ઇઝરાયેલીનું ફન્ડિંગ છે. તેઓ ( પલવાશા ખાન અને રુબિના ખાલિદ)એ સવાલ કર્યા હતા અને તેમને ન્યૂઝપેપર્સે ક્વોટ કર્યા હતા.

સેનેટર ખાને કહ્યું હતું કે પ્રધાનો દ્વારા આત્મઘાતી હુમલાની ધમકી મળી રહી છે, જ્યારે ખાલિદે કહ્યું હતું કે પાકિસ્તાની ગૃહપ્રધાને કહ્યું હતું કે તેઓ રાવલપિંડીથી સભાનું નેતૃત્વ કરશે. તેમણે દાવો કર્યો હતો કે બેનર સરકારના ખર્ચે લગાડવામાં આવી રહ્યાં છે. તમે (ઇમરાન ખાન) મોદીની જીત માટે પ્રાર્થના કરી હતી. તમે ભારતની સ્વતંત્ર વિદેશ નીતિની પ્રશંસા કરી હતી. ઇસ્લામિક કોન્ફરન્સમાં આપેલા નિવેદનમાં કાશ્મીર અને પેલેસ્ટાઇનના મુદ્દાનો ઉલ્લેખ નહોતો કર્યો.