બીયર-બાર પર દરોડો પાડી પોલીસે 12-મહિલાને ઉગારી

મુંબઈઃ શહેરના પોલીસતંત્રના ક્રાઈમ બ્રાન્ચ વિભાગની સામાજિક સેવા શાખાના અધિકારીઓએ આજે વહેલી સવારે અહીંના એક બીયર બાર પર દરોડો પાડ્યો હતો અને 27 જણને અટકમાં લીધા છે. અધિકારીઓએ તે ઉપરાંત 27 મહિલાઓને ઉગારી હતી. બીયર બારમાં અશ્લીલ નૃત્યો સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને એમાં બારનાં માલિકોની પરવાનગી હોય માત્ર એવા લોકોને જ પ્રવેશવા દેવામાં આવતા હોવાની બાતમી મળ્યા બાદ પોલીસ અધિકારીઓએ ત્યાં દરોડો પાડ્યો હતો.

પોલીસે દરોડો પાડ્યા બાદ કોઈને ગેરકાયદેસર રીતે કેદ કરી રાખવા બદલ તથા અન્ય ગુનાઓ અંગે બીયર બારના માલિક સામે ફરિયાદ નોંધી છે. પોલીસે ગયા અઠવાડિયે મલાડમાં એક બીયર બારમાં આવી જ રીતે દરોડો પાડ્યો હતો અને 25 મહિલાઓને ઉગારી હતી તથા 30 જણની ધરપકડ કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]