અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચ માટેની ટીમ જાહેરઃ રહાણે કેપ્ટન, કોહલીની જગ્યાએ નાયર

મુંબઈ – રાષ્ટ્રીય ક્રિકેટ પસંદગીકારોએ 14-18 જૂને બેંગલુરુમાં અફઘાનિસ્તાન સામે રમાનાર ઐતિહાસિક ટેસ્ટ મેચ માટે 15-સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. ટીમનું સુકાન અજિંક્ય રહાણેને સોંપવામાં આવ્યું છે જ્યારે વિરાટ કોહલીની જગ્યાએ કર્ણાટકના મિડલ-ઓર્ડર બેટ્સમેન કરુણ નાયરને સામેલ કર્યો છે.

26 વર્ષનો કરૂણ નાયર ટેસ્ટ ક્રિકેટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર વિરેન્દર સેહવાગ બાદ ભારતનો માત્ર બીજો જ બેટ્સમેન બન્યો છે. એણે આ વર્ષની રણજી ટ્રોફી મોસમમાં 612 રન કર્યા હતા.

કોહલી ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમવા જવાનો હોવાથી એને અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ માટેની ટીમમાં સામેલ કરાયો નથી. કોહલી સરે ટીમ વતી કાઉન્ટી મેચો રમશે. કોહલી જોકે ડબલીનમાં આયર્લેન્ડ સામેની બે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં રમશે.

અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચ માટેની ભારતીય ટીમઃ

અજિંક્ય રહાણે (કેપ્ટન), શિખર ધવન, મુરલી વિજય, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, કરુણ નાયર, રિદ્ધિમાન સહા (વિકેટકીપર), આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા, ઈશાંત શર્મા અને શાર્દુલ ઠાકુર.

આયર્લેન્ડ સામેની બે T20I મેચો માટેની ભારતીય ટીમઃ

વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, સુરેશ રૈના, મનીષ પાંડે, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), દિનેશ કાર્તિક, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, ભૂવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, સિદ્ધાર્થ કૌલ, ઉમેશ યાદવ.

ઈંગ્લેન્ડ સામેની ત્રણ T20I મેચો માટેની ભારતીય ટીમઃ

વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, સુરેશ રૈના, મનીષ પાંડે, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), દિનેશ કાર્તિક, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, ભૂવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, સિદ્ધાર્થ કૌલ, ઉમેશ યાદવ.

ઈંગ્લેન્ડ સામે 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચોની ભારતીય ટીમઃ

વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર, અંબાતી રાયડુ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), દિનેશ કાર્તિક, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, ભૂવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, સિદ્ધાર્થ કૌલ, ઉમેશ યાદવ.