નીરજ ચોપરાએ વિશ્વ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો

યૂજીન (અમેરિકા): અહીં રમાતી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતના ઓલિમ્પિક (ટોક્યો-2020) ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાએ જેવેલિન થ્રો (ભાલાફેંક) રમતમાં રજત ચંદ્રક જીતીને ઈતિહાસ સર્જ્યો છે. છેલ્લા 19 વર્ષોમાં વિશ્વ એથ્લેટિક્સ સ્પર્ધામાં ભારતે આ પહેલો જ મેડલ જીત્યો છે. ફાઈનલ રાઉન્ડમાં નીરજે 88.13 મીટર દૂર સુધી ભાલો ફેંકીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ હરીફાઈનો સુવર્ણ ચંદ્રક ગ્રેનેડાના એન્ડરસન પીટર્સે જીત્યો છે – 90.46 મીટર દૂર સુધી ભાલો ફેંકીને. ચેક રીપબ્લિકના યાકુબ વાલેચે 88.09 મીટરના આંક સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો છે.

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર નીરજ ચોપરા માત્ર બીજો જ ભારતીય બન્યો છે. આ પહેલાં 2003ની સ્પર્ધામાં અંજુ બોબી જ્યોર્જે લોન્ગ જમ્પમાં કાંંસ્ય ચંદ્રક જીત્યો હતો.

(તસવીર સૌજન્યઃ @KirenRijiju)