NZની ટીમ 296માં ઓલઆઉટઃ અક્ષરે પાંચ વિકેટ લીધી

નવી દિલ્હીઃ કાનપુર ટેસ્ટ મેચના પહેલા દિવસે ન્યુ ઝીલેન્ડની ટીમની પહેલી ઇનિંગ્સમાં 296 રનમાં સમેટાઈ હતી. અક્ષર પટેલે મહેમાન ટીમની સામે ઘાતક બોલિંગ કરી હતી. અક્ષર પટેલ 34 ઓવરમાં 63 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. અક્ષરે છ ઓવર મેડન પણ ફેંકી હતી. અક્ષર પટેલ ન્યુ ઝીલેન્ડ સામે પહેલી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. આ ટીમની સામે પહેલી ઇનિંગ્સમાં તેણે કેટલાય રેકોર્ડ પોતાને નામે કર્યા હતા.

વર્ષ 2021માં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ફાઇઝર લેવાને મામલે અક્ષર પટેલે હસન અલીની બરાબરી કરી હતી અને તેની સાથે સંયુક્ત રૂપે પહેલા ક્રમાંકે આવી ગયો હતો. વર્ષ 2021માં અક્ષર પટેલનું આ પાંચમું ફાઇઝર હતું, જ્યારે હસન અલી આવું પહેલાં કરી ચૂક્યો છે. આ વર્ષે ટેસ્ટમાં એ પછી અશ્વિન અને કાઇલ જેમિસને ત્રણ-ત્રણ વાર ફાઇઝર લેવાનો કમાલ કર્યો છે.

ભારત તરફથી પહેલી સાત ટેસ્ટ ઇનિંગ્સમાં અક્ષર પાંચમી વાર પાંચ કે એથી વધુ વિકેટ લેવાનો કમાલ કર્યો છે. એલ. શિવરામકૃષ્ણન અને નરેન્દ્ર હિરવાણી પહેલાં સાત ઇનિંગ્સમાં ત્રણ વખત એ કમાલ કરી ચૂક્યા છે.

ભારત અને ન્યુ ઝીલેન્ડની પહેલી ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં ટીમ ઇન્ડિયા આ પહેલાં 345 રન બનાવ્યા હતા. એ પછી ન્યુ ઝીલેન્ડની ટીમે પહેલી ઇનિંગ્સનો મજબૂત પ્રારંભ કર્યો હતો અને પહેલી વિકેટ સુધીમાં 151 રન જોડ્યા હતા, ત્યાર બાદ નિયમિત અંતરે વિકેટ પડતાં ટીમ 296 રન બનાવી શકી હતી.

જોકે ટીમ ઇન્ડિયાએ બીજી ઇનિંગ્સમાં દિવસના અંતે એક વિકેટે 14 રન બનાવ્યા હતા અને કુલ લીડ 63 રનની મેળવી હતી.