બીજી ટેસ્ટમાં NZ 259 ઓલઆઉટઃ ટીમ ઇન્ડિયા એક વિકેટે 16 રન

પુણેઃ ભારત વિ ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ પુણે સ્થિત MCA સ્ટેડિયમમાં આજથી શરૂ થઈ છે. ન્યુ ઝીલેન્ડ ટોસ જીતી પ્રથમ દાવ લેતાં 79.1 ઓવરમાં 259 રન કર્યા છે. જોકે એ પછી ફરી એક વાર ભારતે નબળી શરૂઆત કરી હતી. ન્યુ ઝીલેન્ડ 259 રનમાં જવાબમાં ભારત 16 રને એક વિકેટ ગુમાવી છે. રોહિત શર્મા 0 રન પર આઉટ થયો છે.. પ્રથમ દિવસની રમત પૂર્ણ થતાં જયસ્વાલ છ રન અને ગિલ 10 રન બનાવી નોટઆઉટ છે.

ન્યુ ઝીલેન્ડની ઇનિંગ્સમાં વોશિંગ્ટન સુંદરે કમાલ કરી હતી. તેણે સાત વિકેટ લઇ તરખાટ મચાવ્યો છે. જ્યારે રવિચંદ્રન અશ્વિને ત્રણ વિકેટ લીધી છે. ન્યુ ઝીલેન્ડની ટીમ પુણે ટેસ્ટના પ્રથમ દાવમાં 259 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ છે. વોશિંગ્ટન સુંદરે ભારત માટે ઘાતક બોલિંગ કરી છે. તેણે 23.1 ઓવરમાં 59 રન આપીને 7 વિકેટ લીધી છે. ન્યુ ઝીલેન્ડ તરફથી ડેવોન કોનવે અને રચિન રવીન્દ્રએ સારું પ્રદર્શન કર્યું હતું. કોનવેએ 141 બોલનો સામનો કર્યો અને 76 રન બનાવ્યા. રવીન્દ્રએ 65 રનનું યોગદાન આપ્યું હતું. મિશેલ સેન્ટનર 33 રન બનાવીને આઉટ થયો હતો. ટોમ લાથમ 15 રન બનાવીને આઉટ થયો હતો.એના જવાબમાં ભારતે પ્રથમ દિવસના અંતે એક વિકેટના નુકસાને 16 રન બનાવ્યા હતા.આ પહેલાં વર્તમાન સિરીઝની પ્રથમ મેચ 16 ઓક્ટોબરથી બેંગલુરુમાં રમાઈ હતી, જેમાં રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ટીમનો આઠ વિકેટે પરાજય થયો હતો. પ્રથમ ટેસ્ટ જીતીને કિવી ટીમે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

ભારત ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ

ન્યુ ઝીલેન્ડ ટીમ : ટોમ લેથમ (કેપ્ટન), ડેવોન કોન્વે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરિલ બ્લંડેલ, ગ્લેન ફિલિપ્સ, ટિમ સાઉથી, મિશેલ સેંટનર, એજાઝ પટેલ, વિલિયમ ઓરોર્ક