મુંબઈઃ ભારતની મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ સુકાની મિતાલી રાજે આગાહી કરી છે કે હાલ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી આઈસીસી મેન્સ ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ-2022ની ફાઈનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. મિતાલીએ કહ્યું છે કે મને એ વાતે જરાય શંકા નથી રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ 13 નવેમ્બરની ફાઈનલ મેચમાં રમશે જ.
મિતાલીએ આ જ સ્પર્ધાથી ટીવી કોમેન્ટેટર તરીકે કારકિર્દી શરૂ કરી છે. ટુર્નામેન્ટના સત્તાવાર બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સ ઉપર બોલતાં તેણે કહ્યું છે કે સેમી ફાઈનલ રાઉન્ડ માટે ગ્રુપ-2માંથી ભારત અને સાઉથ આફ્રિકા આવશે જ્યારે ગ્રુપ-1માંથી ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયામાંથી કોઈ એક ટીમ આવશે. ભારત તો ફાઈનલમાં પહોંચશે એ વિશે મને જરાય શંકા નથી અને એની સામે હશે ન્યૂઝીલેન્ડ.