મીરાબાઈ ચાનૂને કદાચ ગોલ્ડ મેડલ મળી શકે છે

ટોક્યોઃ ભારતની મહિલા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ ગયા શનિવારે અહીં ટોક્યો ઓલિમ્પિક્સમાં બીજા ક્રમે આવીને સિલ્વર મેડલ જીત્યો હતો. પરંતુ, ગોલ્ડ મેડલ જીતનાર ચીનની વેઈટલિફ્ટર ઝીહુઈ હુની એન્ટી-ડોપિંગ ટેસ્ટ લેવામાં આવનાર છે. જો તે એમાં નિષ્ફળ જશે તો એનો ગોલ્ડ મેડલ મીરાબાઈને ફાળવી દેવામાં આવશે. ચીનની ગોલ્ડમેડલ વિજેતા એથ્લીટને ટોક્યોમાં જ રહેવાનું જણાવાયું છે. એણે પ્રતિબંધિત દ્રવ્ય લીધું હોવાની શંકા જતાં એની ડ્રગ્સ-વિરોધી ટેસ્ટ લેવામાં આવનાર છે, એમ એક સૂત્રએ સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું છે.

નિયમ સ્પષ્ટ જણાવે છે કે જો કોઈ એથ્લીટ ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ જાય તો એણે જીતેલો ગોલ્ડ મેડલ પાછો લઈ લેવો અને જેણે સિલ્વર મેડલ જીત્યો હોય એને તે ફાળવી દેવો. મીરાબાઈ ચાનૂએ 49 કિ.ગ્રા. વર્ગમાં કુલ 202 કિ.ગ્રા. વજન ઉંચકીને બીજા ક્રમે આવી રજત ચંદ્રક જીત્યો હતો. ઝીહુઈ હુએ નવા ઓલિમ્પિક વિક્રમ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે ઈન્ડોનેશિયાની વેઈટલિફ્ટરે 194 કિલો વજન ઉંચકીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]