EVs પર ઊંચી આયાત-ડ્યૂટીને લીધે ભારતપ્રવેશમાં વિલંબઃ મસ્ક

નવી દિલ્હીઃ ટેસ્લાની ઇલેક્ટ્રિક કારોની ભારતમાં બહુ આતુરતાથી રાહ જોવાઈ રહી છે, પણ કંપનીએ અત્યાર સુધી કોઈ ઔપચારિક ઘોષણા નથી કરી. ટેસ્લાના CEO એલન મસ્કનું કહેવું છે કે કંપની ભારતમાં કારો લોન કરવા ઇચ્છે છે, પણ દેશમાં ઇલેક્ટ્રિક કારો (EVs) પર આયાત ડ્યૂટી વિશ્વમાં સૌથી વધુ છે. મસ્કે સાઉથ ઇન્ડિયાના સૌથી મોટા યુટ્યુબર મદન ગૌરીના ટ્વીટનો જવાબ આપતાં આ વાત કહી હતી. ગૌરીએ મસ્કને જલદી ટેસ્લાની કારોને ભારતમાં લોન્ચ કરવા વિનંતી કરી હતી.

મસ્કે કહ્યું હતું કે ક્લીન એનર્જી વાહનોને ડીઝલ અને પેટ્રોલ કારોની જેમ ટ્રીટ કરવામાં આવે છે. એ ભારતના સ્થાનિક હવામાનના લક્ષ્યાંકોનો અનુરૂપ નથી.

ગયા વર્ષે એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ભારતે દેશમાં ઇલ્ક્ટ્રિક કારોના વપરાશમાં પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લીધાં છે. સરકારે ઇલેક્ટ્રિક કારો પર ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST) પહેલાંના 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દીધો છે, પણ ઘરેલુ ઓટોઉત્પાદકો પર સરકાર 125 ટકા ડ્યૂટી લગાડે છે.

મસ્કે પહેલાં એક ભારતીય ફોલોઅરને ટ્વીટનો રિસ્પોન્સ આપતાં કહ્યું હતું કે ઇલેક્ટ્રિક કારો માટે આયાત ડયૂટી બહુ વધુ (100 ટકા સુધી)  છે, જેથી અમારી કારો અમારી કારો મોંઘી થાય છે. GST કાઉન્સિલે જુલાઈમાં થયેલી બેઠકમાં ઇલેક્ટ્રિક વાહનો પર GST એક ઓગસ્ટ, 2019થી 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દીધી છે.