IPL 2025: લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે 13મી મેટ રમાય હતી. આ મેચ દરમિયાન લખનઉ સુપર જાયન્ટ્સના સ્પિનર દિગ્વેશ સિંહ રાઠીને પંજાબ કિંગ્સના બેટર પ્રિયાંશ આર્યની વિકેટ લધી હતી. જે બાદ દિગ્વેશ વિકેનની ઉજવણી મેદનમાં કરી હતી. આ ઉજવણી કરવી તેમને ભારે પડી છે. બીસીસીઆઈએ તેમના પર આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવીને મેચ ફીના 25 ટકા દંડ અને એક ડિમેરિટ પોઈન્ટ ફટકાર્યો છે. આ ઘટના એકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન બની હતી, જેમાં પંજાબ કિંગ્સે આઠ વિકેટે વિજય મેળવ્યો હતો.
આ મેચમાં પંજાબ કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને આઠ વિકેટે હરાવ્યું હતું. લખનઉએ પ્રથમ બેટિંગ કરીને 171 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પંજાબે આરામદાયક જીત હાંસલ કરી. જોકે, મેચ કરતાં દિગ્વેશની ઉજવણીએ વધુ ચર્ચા જગાવી છે. વાત આખી એમ છે કે, મેચમાં લખનઉએ પંજાબને 172 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પંજાબની બેટિંગ દરમિયાન ત્રીજી ઓવરના છેલ્લા બોલે દિગ્વેશે પ્રિયાંશ આર્યને આઉટ કર્યો. શાર્દૂલ ઠાકૂરે મિડ-ઓનથી દોડીને કેચ પકડ્યો હતો. વિકેટ મળતાં જ દિગ્વેશે હાથથી કંઈક લખવાનો ઈશારો કરીને ઉજવણી કરી, જેને “લેટર રાઈટિંગ સેલિબ્રેશન” તરીકે ઓળખવામાં આવ્યું. આઈપીએલના આચાર સંહિતાના આર્ટિકલ 2.5 હેઠળ આને લેવલ 1નો ગુનો ગણવામાં આવ્યો. એમ્પાયરે આ ઈશારા પર ધ્યાન દોર્યું અને બોલર સાથે ચર્ચા કરી હતી. દિગ્વેશે પોતાનો ગુનો અને મેચ રેફરીની સજા સ્વીકારી લીધી છે.
25 વર્ષીય દિગ્વેશ સિંહ રાઠી એક લેગ સ્પિનર છે, જે સુનીલ નરેનની શૈલીમાં બોલિંગ કરે છે. તેણે 2024ની દિલ્હી પ્રીમિયમ લીગમાં સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ટૂર્નામેન્ટમાં તેણે 10 મેચમાં 14 વિકેટ ઝડપી, સૌથી વધુ વિકેટ લેનારાઓમાં ચોથું સ્થાન મેળવ્યું હતું, જેમાં તેનો ઈકોનોમી રેટ 7.83 રહ્યો. આઈપીએલ 2025ની હરાજીમાં લખનઉ સુપર જાયન્ટ્સે તેને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ આ ઘટનાએ તેની ચર્ચા અલગ કારણોસર શરૂ કરી છે.
