મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સ્પર્ધાની સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમની માલિક કંપની સન ગ્રુપના માલિક કલાનિધિ મારનની પુત્રી કાવ્યાને સોશિયલ મિડિયામાં ‘નેશનલ ક્રશ’નો બિનસત્તાવાર દરજ્જો મળ્યો છે. હૈદરાબાદ ટીમની લગભગ દરેક મેચ વખતે કાવ્યા સ્ટેન્ડમાં હાજર રહેતી હોય છે. ટીમના સારા દેખાવની દરેક ક્ષણ વખતે કાવ્યા પર કેમેરા ફરતા રહે છે અને તે ખુશીથી જે રીતે ઝૂમી ઉઠતી હોય છે એને કારણે તે ક્રિકેટરસિયાઓ અને દર્શકોમાં છવાઈ ગઈ છે. પરંતુ, હાલ રમાતી આઈપીએલની 15મી આવૃત્તિમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ તેની પહેલી બંને મેચ હારી ગઈ છે અને પોઈન્ટ્સ ટેબલમાં તળિયે છે. આને કારણે કાવ્યા બહુ નિરાશ થઈ ગઈ છે. હૈદરાબાદ ટીમ ગઈ કાલે કે.એલ. રાહુલની લખનઉ સુપર જાયન્ટ્સ સામે 12-રનથી હારી ગઈ હતી. તેને કારણે કાવ્યાનાં ઉદાસીભર્યાં ચહેરાવાળી તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ છે. કાવ્યા હૈદરાબાદ ટીમની સીઈઓ છે.
કાવ્યા ફરી ખુશખુશાલ જોવા મળે એ માટે તેનાં પ્રશંસકો આતુર છે. ઘણાં નેટયૂઝર્સની કમેન્ટ છે કે તેઓ કાવ્યાને ખુશ જોવા માગે છે. એક જણે લખ્યું છે, ‘કાવ્યા ચોક્કસપણે એની ટીમ તરફથી સારો દેખાવ જોવાને હકદાર છે. કેપ્ટન કેન વિલિયમ્સન, અબ્દુલ સામદ, અભિષેક શર્મા, ઉમરાન મલિક, નિકોલસ પૂરન, રાહુલ ત્રિપાઠી, એઈડન મારક્રમ… તમે પ્લીઝ એને ખુશ કરો.’
