જયસ્વાલને રિટેન કરવામાં આવતાં અચરજ થયું હતું: જાફર

નવી દિલ્હીઃ રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની સામે IPL સીઝનની પહેલી હાર ખમવી પડી હતી. મુંબઈના વાનખેડેમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે ચાર વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. RRએ પહેલાં બેટિંગ કરતાં 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા, પણ ટીમનો પ્રારંભ ખરાબ થયો હતો, કેમ કે યશસ્વી જયસ્વાલ આ સીઝનમાં ફ્લોપ થઈ રહ્યો છે. તે ચાર જ રન બનાવી શક્યો હતો. યશસ્વીને આ સીઝનમાં ફ્રેન્ચાઇઝીએ રિટેન કર્યો હતો. 20 વર્ષના યશસ્વીને RRએ રૂ. ચાર કરોડમાં રિટેન કર્યો હતો. તેણ ત્રણ મેચમાં માત્ર 25 રન બનાવ્યા હતા. તેણે ત્રણે મેચમાં 20, એક અને ચાર રન બનાવ્યા હતા. તેની સરેરાશ માત્ર 8.33ની રહી હતી.

યશસ્વી જયસ્વાલને વર્ષ 2020માં રમવાની તક મળી હતી. એ સીઝનમાં તેણે ત્રણ મેચમાં 40 રન બનાવ્યા હતા, પણ વર્ષ 21માં તેણે શાનદાર દેખાવ કર્યો હતો. તેણ એ વખતે 10 મેચમાં 24.90ની સરેરાશે 249 રન બનાવ્યા હતા, જેમાં એક અર્ધ સદી પણ સામેલ છે. જયસ્વાલને IPL 2020માં રાજસ્થાન રોયલ્સે રૂ. 2.4 કરોડમાં ખરીદ્યો હતો અને 2021માં IPLમાં એ જ રકમ સાથે હતો અને આ સીઝનમાં તેને લિલામીથી પહેલાં રિટેન કરવામાં આવ્યો હતો.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરે રાજસથાન રોયલ્સ દ્વારા યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને રિટેન કરવામાં આવતાં અચરજ વ્યક્ત કર્યું હતું. જાફરના જણાવ્યા મુજબ રિટેન કરવાની દ્રષ્ટિએ ઓપનર બેટસમેનને ઘણો ઓછો અનુભવ છે.