અમે ત્રણે મેચમાં સટિક બોલિંગ કરી હતીઃ LSG કેપ્ટન

મુંબઈઃ નવી મુંબઈમાં IPL ટુર્નામેન્ટની DY પાટીલ સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સે સનરાઇઝર્સ હૈદરાબાદની સામેની અત્યંત રસાકસીભરી T20 મેચમાં જીત મેળવી છે. લખનઉની ટીમે પહેલાં બેટિંગ કરતાં 27એ ત્રણ વિકેટ ગુમાવ્યા છતાં 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. જોકે આ મેચ લખનઉની ટીમે 12 રને વિજય મેળવ્યો હતો. અમે પ્રારંભમાં ત્રણ વિકેટ ગુમાવી હતી, જેથી અમારે દબાણ વગર કેવી રીતે બેટિંગ કરવી એના પર ધ્યાન આપવાની વધુ જરૂર છે. જોકે અમે છેલ્લી ઓવરમાં સારી બેટિંગ કરી હતી, પણ અમે છેલ્લી ત્રણે મેચમાં સટિક બોલિંગ કરી હતી, એમ LSGના કેપ્ટન KL રાહુલે મેચ પછીના પ્રેઝન્ટેશન સમારંભમાં કહ્યું હતું.

LSGને દીપક હુડાના રૂપમાં નવો સંકટમોચક મળ્યો હતો. SRH સામેની મેચમાં કેપ્ટન KL રાહુલે દીપક હુડાની સાથે 87 રનોની ભાગીદારી કરી હતી. KL રાહુલે 50 બોલમાં 68 અને હુડાએ 33 બોલમાં 51 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. દીપકે આ સીઝનમાં બીજી અર્ધ સદી ફટકારી હતી. તેણે ગુજરાત ટાઇટન્સની સામે 41 બોલમાં 55 રન બનાવ્યા હતા. જોકે CSKની સામે તે માત્ર આઠ બોલમાં 13 રન બનાવી શક્યો હતો.

KL રાહુલની કેપ્ટનશિપમાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે સળંગ બે મેચમાં જીત હાંસલ કરી છે, જ્યારે ગુજરાત ટાઇટન્સની સામે એ હારી હતી. હવે એ ગુરુવારે દિલ્હી કેપિટલ્સની સામે ટકરાશે.