વેલિંગ્ટનમાં વરસાદને કારણે ભારત-ન્યૂઝીલેન્ડ પહેલી T20I રદ

વેલિંગ્ટનઃ ભારે વરસાદને કારણે અહીંના સ્કાઈ સ્ટેડિયમ ખાતે આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની શ્રેણીની પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં એકેય બોલની રમત રમી શકાઈ નહીં અને તેને રદ કરી દેવામાં આવી છે. હવે આવતા રવિવારે માઉન્ટ મોન્ગાનૂઈમાં ત્રણ-મેચની શ્રેણીની બીજી મેચ રમાશે. ત્રીજી અને શ્રેણીની આખરી મેચ નેપીયરના મેક્લીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે.

ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ બંને ટીમ હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં રમાઈ ગયેલી ટ્વેન્ટી-20 વર્લ્ડ કપની સેમી ફાઈનલ પહેલા જ આઉટ થઈ ગઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]