ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ને પોતાનો નવો સિકંદર મળી ગયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા હાઈ-વોલ્ટેજ ફાઇનલ મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે પરાજય આપીને ખિતાબ પોતાના નામે જાળવી રાખ્યો છે. આ રોમાંચક મેચમાં પહેલા બેટિંગ કરતા ગુજરાતની ટીમ માત્ર 155 રન બનાવી શકી હતી, જેના જવાબમાં આરસીબીએ 18 ઓવરમાં જ 5 વિકેટ ગુમાવી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. આરસીબીની આ બેક-ટુ-બેક બીજી આઇપીએલ ટ્રોફી છે. આ અગાઉ વર્ષ 2025 માં પણ આરસીબીએ જ પોતાનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું. આ ઐતિહાસિક જીત સાથે જ આરસીબી હવે ચેન્નાઈ સુપર કિંગ્સ (2010, 2011) અને મુંબઈ ઇન્ડિયન્સ (2019, 2020) ના એ એલિટ ક્લબમાં સામેલ થઈ ગયું છે, જેમણે સતત બે વાર આઇપીએલ ટ્રોફી જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે.
Out of absolutely nowhere! 🌪️
Are we seeing a grand comeback in the grand finale? 😬
Updates ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT | @gujarat_titans | @rashidkhan_19 pic.twitter.com/C3qmvcGs4A
— IndianPremierLeague (@IPL) May 31, 2026
૧૫૬ రનના ટાર્ગેટ સામે RCB ની ધમાકેદાર શરૂઆત અને રાશિદની ઓવરનો રોમાંચ
ગુજરાત તરફથી મળેલા 156 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી આરસીબીની શરૂઆત આક્રમક રહી હતી. ઓપનર વેંકટેશ અય્યરે માત્ર 16 બોલમાં 32 રનની તોફાની ઇનિંગ રમી હતી, પરંતુ તે મોહમ્મદ સિરાજની બોલિંગમાં કાગીસો રબાડાના હાથે કેચ આઉટ થયો હતો. ત્યારબાદ આવેલા દેવદત્ત પડિક્કલ માત્ર 1 રન બનાવી રબાડાનો શિકાર બન્યા હતા. રબાડાની આ સીઝનની આ 29 મી વિકેટ હતી.
𝘾.𝙃.𝘼.𝙈.𝙋.𝙄.𝙊.𝙉.𝙎 🏆🏆@RCBTweets have done it again ❤️#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/ww2zB98Xb8
— IndianPremierLeague (@IPL) May 31, 2026
ટીમનો સ્કોર 89 રન હતો ત્યારે કેપ્ટન રજત પાટીદાર (15) ને રાશિદ ખાને પોતાના સ્પેલના પ્રથમ ઓવરમાં જ આઉટ કર્યો હતો. રાશિદે આ જ ઓવરમાં ક્રુણાલ પંડ્યા (0) ને પણ આઉટ કરીને મેચને રોમાંચક મોડ પર લાવી દીધી હતી. જો કે, કિંગ કોહલી એક છેડો સાચવીને ઊભા રહ્યા હતા અને તેમણે માત્ર 25 બોલમાં પોતાની આઇપીએલ કરિયરની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી દીધી હતી. જીતની નજીક પહોંચીને ટિમ ડેવિડ (24) અરશદ ખાનની બોલિંગમાં આઉટ થતાં આરસીબીનો સ્કોર 132/5 થયો હતો. પરંતુ અંતે જીતેશ શર્મા અને વિરાટ કોહલીએ વધુ નુકસાન થવા દીધું નહીં અને કોહલીએ વિજયી છગ્ગો (સિક્સર) ફટકારીને આરસીબીને અણનમ 75 રન (૪૨ બોલ) સાથે ચેમ્પિયન બનાવી ડગઆઉટમાં પરત ફર્યા હતા. ગુજરાત તરફથી રાશિદ ખાને સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી.
આંકડાના આયનામાં વિરાટ કોહલીની ફાસ્ટેસ્ટ ફિફ્ટી
IPL માં કોહલીની સૌથી ઝડપી ફિફ્ટી (બોલના આધારે):
25 બોલ વિરૂદ્ધ GT, અમદાવાદ, 2026
26 બોલ વિરૂદ્ધ RR, બેંગલુરુ, 2018
26 બોલ વિરૂદ્ધ DC, દિલ્હી, 2018
27 બોલ વિરૂદ્ધ LSG, લખનૌ, 2025
IPL ફાઇનલના ઇતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટી:
24 બોલ – સુરેશ રૈના (CSK) vs MI, મુંબઈ DYP, 2010
24 બોલ – ડેવિડ વોર્નર (SRH) vs RCB, બેંગલુરુ, 2016
24 બોલ – વેંકટેશ અય્યર (KKR) vs SRH, ચેન્નાઈ, 2024
25 બોલ – રોહિત શર્મા (MI) vs CSK, કોલકાતા, 2015
25 બોલ – ક્રિસ ગેલ (RCB) vs SRH, બેંગલુરુ, 2016
25 બોલ – વિરાટ કોહલી (RCB) vs GT, અમદાવાદ, 2026
રસિખ સલામ ડારની આગેવાનીમાં ગુજરાતની બેટિંગ લાઇન-અપ ધ્વસ્ત
આ પહેલા, ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ટીમનો સ્કોર જ્યારે 22 રન હતો ત્યારે જ કેપ્ટન શુભમન ગિલ (10) જોશ હેઝલવુડની બોલિંગમાં રજત પાટીદારના હાથે કેચ આઉટ થયો હતો. ત્યારબાદ માત્ર 26 રનના સ્કોર પર સાઇ સુદર્શન (12) પણ ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો હતો.
નશાંત સિંધુ (20) થોડો સમય ટકીને રમી રહ્યો હતો, પરંતુ રસિખ સલામ ડારની ઘાતક બોલિંગમાં દેવદત્ત પડિક્કલે તેનો શાનદાર કેચ પકડી લીધો હતો, જેના કારણે ગુજરાતનો સ્કોર 55/3 થઈ ગયો હતો. સ્ટાર વિકેટકીપર જોસ બટલર પણ માત્ર 19 રન બનાવીને આઉટ થતાં ટીમ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. અરશદ ખાને 6 બોલમાં 15 રનની સ્લોગ ઓવર બેટિંગ કરી પરંતુ તે પણ લાંબો ન ટક્યો અને સ્કોર 99/5 થઈ ગયો. આ પછી રાહુલ તેવતિયા (7) અને જેસન હોલ્ડર (7) પણ સસ્તામાં આઉટ થયા હતા. હોલ્ડરને આઉટ કરીને ભુવનેશ્વર કુમારે આ સીઝનમાં પોતાની 28 વિકેટો પૂરી કરી હતી. ગુજરાત તરફથી છેલ્લે આઉટ થનાર બેટર રાશિદ ખાન (7) હતો. ગુજરાતની આખી ઇનિંગમાં માત્ર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે અણનમ 50 રન (૩૭ બોલ) ની લડાયક ઇનિંગ રમી હતી, જેના કારણે ટીમ 155 સુધી પહોંચી શકી હતી.
આરસીબી તરફથી યુવા પેસર રસિખ સલામ ડારે અદભુત બોલિંગનું પ્રદર્શન કરતા સૌથી વધુ 3 વિકેટો ઝડપી હતી. આ સિવાય ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડને 2-2 સફળતા મળી હતી જ્યારે ક્રુણાલ પંડ્યાના ખાતામાં 1 વિકેટ આવી હતી.




