ટેસ્ટ ક્રિકેટમાં મારે 10 નિઃસ્વાર્થ ક્રિકેટરોની જરૂરઃ સ્ટોક્સ

લંડનઃ ઇંગ્લેન્ડ માટે કેપ્ટનશિપ કરવી એ મારા માટે એક પડકાર છે, પણ ઇંગ્લિશ ક્રિકેટની નિરાશાને પાછળ છોડતાં હું આગળ વધવા માગું છે. મને મારી ટીમ માટે 10 નવા નિઃસ્વાર્થ ક્રિકેટરોની જરૂર છે, એમ ઇંગ્લેન્ડના નવા કેપ્ટન બેન સ્ટોક્સે કહ્યું હતું. હજી ગયા સપ્તાહે જ બોર્ડે (ECBએ) જો રૂટને બદલે 30 વર્ષીય ઓલ રાઉન્ડર બેન સ્ટોક્સને ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો હતો.

ઇંગ્લેન્ડને છેલ્લી 17 ટેસ્ટ મેચમાંથી માત્ર એક જ ટેસ્ટમાં જીત મળી હતી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટેબલમાં ઇંગ્લેન્ડ સાવ નીચલા ક્રમાંકે હતું. જોકે સ્ટોક્સની કેપ્ટનશિપ હેઠળ ઇંગ્લેન્ડની ટીમ ન્યુ ઝીલેન્ડ સામે ત્રણ ટેસ્ટની સિરીઝ રમવાની છે. જે બીજી જૂનથી શરૂ થશે.

સ્ટોક્સે કહ્યું હતું અમારે હજી ઘણા ફેરફાર કરવાની જરૂર છે અને એ માત્ર મેદાનની અંદર નહીં, પણ બહાર પણ જરૂરી છે. મને કેટલાક નિઃસ્વાર્થ ક્રિકેટરોની આવશ્યકતા છે, જે ઇંગ્લેન્ડ ક્રિકેટને વધુ સારી બનાવવા વિચારી શકે. મને 10 ક્રિકેટરોની જરૂર છે, જે મારી જેમ વિચારી શકે, એમ તેણે કહ્યું હતું.

એન્ડ્રયુ ફ્લિંટ્રોફ અને ઇયાન બોથમ જેવા ઓલ રાઉન્ડર કેપ્ટનોના પગલે ચાલવા પર સ્ટોક્સે કહ્યું હતું કે એ બધી મિડિયાની અટકળો છે. હું જ્યારે 18-19 વર્ષનો હતો ,ત્યારથી આ બંને મહાન ક્રિકેટરોના ટેગ લાગતા હતા, પણ મેં ક્યારેય તેમના જેવા બનવાના પ્રયાસ નથી કર્યા. હું બસ બેન સ્ટોક્સ છું, એમ તેણે કહ્યું હતું.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]