અમદાવાદઃ ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર એડમ જામ્પાએ કહ્યું છે કે IPL દરમ્યાન તે ભારતમાં સુરક્ષિત હોવાનો અનુભવતો નહોતો કરતો. તેણે કહ્યું છે તે સુરક્ષિત ન હોવાનું અનુભવતાં તેણે IPLને અધવચ્ચે છોડવાનો નિર્ણય લીધો હતો, કેમ કે તે અત્યાર સુધી જેટલી પણ જગ્યાએ બાયો બબલમાં રહ્યો, એમાં ભારતના બાયો બબલ ‘સૌથી વધુ અસુરક્ષિત’ હતું. IPL 2021નું આયોજન ગયા વર્ષની જેમ UAEમાં જ થવું જોઈતું હતું, એમ તેણે કહ્યું હતું.
એડમ જામ્પા વિરોટ કોહલીની કેપ્ટનશિપવાળી રોયલ ચેલેન્જર્સ બેન્ગલોરની ટીમમાં સામેલ હતો. એડમ જામ્પાની સાથે એક વધુ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કેન રિચર્ડસને IPLને અધવચ્ચે છોડી દીધી હતી. એડમ જામ્પા સિડની મોર્નિંગ હેરાલ્ડને કહ્યું હુતં કે તે UAEમાં વધુ સુરક્ષિત હોવાનું અનુભવતો હતો. UAEમાં ગયા વર્ષે IPL ટુર્નામેન્ટનું આયોજન થયું હતું, પણ ભારતમાં તે અસુરક્ષિતતા અનુભવતો હતો.
જામ્પાએ કહ્યું હતું કે અમે અત્યાર સુધી કેટલીય જગ્યાએ સુરક્ષિત બાયો બબલનો હિસ્સો રહી ચૂક્યા છે અને મને લાગે છે કે ભારતનું બાયો બબલ સૌથી વધુ અસુરક્ષિત છે. મને લાગે છે કે આવું ભારતમાં હોવાને કારણે છે. અહીં અમને વધુ સર્તકર્તા દાખવવા કહેવાય છે, જેથી મને લાગે છે કે અહીં સૌથી વધુ અસુરક્ષિત હતો.
IPLનું આયોજન છ મહિના પહેલાં દુબઈમાં હતું તો ત્યાં અમે બિલકુલ અસુરક્ષિતતા નહોતા અનુભવતા. હું ત્યાં બહુ સુરક્ષિત હોવાનો અનુભવ કરતો હતો. મને લાગે છે કે આ IPL માટે એ સારો વિકલ્પ હોત, પણ એનાથી રાજકારણ જોડાયેલું છે. અહીં કોવિડથી સ્થિતિ બહુ ખરાબ છે.
