ટોક્યો ઓલિમ્પિકમાં એથ્લિટોનો પ્રતિદિન કોરોનાનો ટેસ્ટ કરાશે

ટોક્યોઃ ટોક્યો 2020 ઓલિમ્પિકના આયોજકોએ બુધવારે કોરોના વાઇરસને લીધે આકરાં પગલાંની જાહેરાત કરી હતી, જેમાં પ્રતિદિન એથ્લિટો કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે. સ્થગિત કરવામાં આવેલી ઓલિમ્પિક ગેમ્સને હવે ફરીથી શરૂ કરવામાં માત્ર ત્રણ મહિનાનો સમય બચ્ચો છે, ત્યારે જાપાનમાં ધીમા રસીકરણથી ઓલિમ્પિક ગેમ્સ યોજાશે કે કેમ?  એ વિશે અસમંજતા ઊભી થઈ છે.

કેટલાક લોકોએ વડા પ્રધાન યોશિહિત સુગાનું એ બાબતે ધ્યાન દોરતાં તેમણે દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે ઓલિમ્પિક ગેમ્સનું આયોજન ચોક્કસ થશે. જોકે આ ગેમ્સમાં વિદેશી પ્રેક્ષકોને આવવા દેવાનો ઇનકાર કરવામાં આવ્યો છે અને 23 જુલાઈથી આયોજિત ઓલિમ્પિક ગેમ્સમાં સ્થાનિક દર્શકોને પ્રવેશની મંજૂરી આપવી કે કેમ? એ વિશેનો નિર્ણય જૂનના સપ્તાહમાં લેવામાં આવશે.

ટોક્યો 2020ના પ્રમુખ સેકો હાશિમોટોએ કહ્યું હતું કે આયોજકો તો વધુ ને વધુ પ્રેક્ષકોને આવવા દેવા માટે મંજૂરી આપવા માગતા હતા, પણ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી (IOC), જાપાનીઝ ગવર્નમેન્ટે કહ્યું હતું કે શક્ય તમામ સુરક્ષાનાં પગલાં લેવાશે અને રમતવીરોની સલામતીને પ્રાધાન્ય આપવામાં આવશે.