GT ફાઇનલમાં પહોંચતાં હાર્દિકે આપી પ્રતિક્રિયા, જાણો…

કોલકાતાઃ IPL 2022 સીઝનમાં ઇડન ગાર્ડનમાં રમાયેલી પ્લેઓફ મેચમાં ગઈ કાલે હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે હરાવ્યું હતું અને ફાઇનલમાં જગ્યા પાકી કરી હતી. GT કેપ્ટન ડેવિડ મિલર 68 (નોટઆઉટ) સાથે 106 રન રનની ભાગીદારીમાં 40 રન બનાવ્યા હતા.

જોકે મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં રહીને ચાર વખત ટાઇટલ્સ મેળવનાર હાર્દિકે કહ્યું હતું કે ગુજરાત ટાઇટન્સ ફાઇનલમાં પહોંચ્યું છે, જેથી હાલ હું તટસ્થ રહેવા માગું છું. મેં મારા જીવનમાં સંતુલન રાખવાનું શરૂ કર્યું છે. હું છેલ્લા ઘણા સમયથી આ પ્રયાસ કરી રહ્યો છું. મારા પરિવાર, મારા પુત્ર, મારી પત્ની અને મારા ભાઈએ  મારા જીવનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે, તેમણે મને તટસ્થ રહેવાની મંજૂરી આપી છે. હું ઘરે ફરીને મારા પરિવાર સાથે સમય વિતાવવા માગું છું, જેથી મને સારા ક્રિકેટર બનવામાં મદદ મળશે. હાલ મને કોઈ ફીલિંગ નથી, હું ફરી કહું છું કે હું તટસ્થ રહેવા માગું છું.

હાર્દિકે વધુમાં કહ્યું હતું કે તમામ 23 ખેલાડીમાં અલગ ખાસિયત છે અને સાથે અલગ-અલગ અનુભવ શેર કરે છે.  રાશિદ ખાને સીઝનમાં શાનદાર દેખાવ કર્યો છે, પણ મને મિલર પર ગર્વ છે. જ્યારે પણ ટીમને જરૂર પડી છે તે જરૂર રમ્યો છે. અમારી પાસે સારી બેટિંગ લાઇન અપ છે. રાજસ્થાન રોયલ્સે પહેલાં બેટિંગ કરતાં છ વિકેટે 188 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ગુજરાત ટાઇટન્સે ત્રણ વિકેટે 191 રન બનાવીને મેચ જીતી લીધી હતી.