હાર્દિક પંડ્યાએ લેક્મે ફેશન વીક-2019માં રેમ્પ વોક કર્યું, છવાઈ ગયો

મુંબઈ – લેક્મે ફેશન વીક-2019નો 21 ઓગસ્ટ, બુધવારથી આરંભ થયો છે. ગઈ કાલે પહેલા દિવસે વડોદરાનિવાસી ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પણ રેમ્પ પર વોક કરીને દર્શકોને રોમાંચિત કરી દીધા હતા.

હાર્દિક પંડ્યાએ જાણે મોડેલિંગ ક્ષેત્રમાં ઝુકાવ્યું હોય એવું લાગે છે. રેમ્પ પર વોકિંગ કરતો પોતાનો વિડિયો અને એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે.

આ ઓલરાઉન્ડર બર્ગન્ડી રંગનાં ડ્રેસમાં સજ્જ થયો હતો અને ડ્રેસના ડિઝાઈનર અમિત અગ્રવાલની સાથે રેમ્પ પર હાજર થયો હતો.

ઘણા નેટયુઝર્સે હાર્દિકની તસવીર અને વિડિયો જોઈને પ્રત્યાઘાત આપ્યાં છે. કોઈકે એની સરખામણી બોલીવૂડ એક્ટર રણવીર સિંહ સાથે કરી છે. ઉલ્લેખનીય છે કે, રણવીર સિંહ આવા રંગબેરંગી ટાઈપના વસ્ત્રો પહેરવા માટે ઘણો જાણીતો થયો છે.

25-વર્ષીય હાર્દિક અમિત અગ્રવાલ માટે શોસ્ટોપર બન્યો હતો. એની સાથે ગર્ભવતી અભિનેત્રી લિસા હેડન પણ રેમ્પ પર આવી હતી.

હાર્દિક અને લિસાએ સ્ટેજ પર લગભગ સમાન શેડનાં વસ્ત્રો પહેર્યાં હતાં. હાર્દિક સ્લીવ્ઝ અને ઓવરકોટ સ્ટાઈલનાં ડ્રેસમાં એકદમ મોડેલ જેવો દેખાતો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]