ન્યુ જર્સીના એડિસન સ્થિત BAPS મંદિરનું ભવ્ય ઉદઘાટન…

0
2983
નૉર્થ અમેરિકાના ગાર્ડન સ્ટેટ તરીકે પ્રખ્યાત એવા ન્યુ જર્સીના એડિસન ખાતે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) સંસ્થાના નૂતન મંદિરનું ભવ્ય ઉદઘાટન તાજેતરમાં પાર પડ્યું. બે દિવસ ચાલેલા ઉદઘાટન-સમારોહ દરમિયાન વિવિધ આધ્યાત્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમનાં આયોજન થયાં. જેમ કે વિશ્વશાંતિ મહાયજ્ઞ, નગર યાત્રા, કીર્તન આરાધના, સંસ્થાની મહિલાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, વગેરે. સંસ્થાના સેંકડો સમર્પિત સ્વયંસેવકોનાં શ્રમદાન, બલિદાનના પાયા પર ઊભા થયેલા મંદિર આવનારી કંઈકેટલી પેઢી માટે પ્રેરણાદાયી તથા પોતાની પરંપરા, મૂલ્યો સમજવામાં મદદરૂપ બનશે.