હરભજનસિંહ રાજ્યસભામાંથી મળનાર પગાર દાનમાં આપશે

ચંડીગઢઃ દંતકથાસમાન ઓફ્ફ-સ્પિનર અને આમ આદમી પાર્ટીએ નિયુક્ત કરેલા રાજ્યસભા સદસ્ય હરભજનસિંહે કહ્યું છે કે પોતે એમનો રાજ્યસભામાંથી મળનાર પગાર ખેડૂતોની પુત્રીઓનાં શિક્ષણ તથા સુખાકારીના ખર્ચ માટે દાનમાં આપશે.

હરભજનસિંહે એક ટ્વીટમાં કહ્યું છે કે, ‘રાજ્યસભાના સદસ્ય તરીકે હું મારો રાજ્યસભાનો પગાર ખેડૂતોની પુત્રીઓનાં શિક્ષણ અને સુખાકારી માટે દાનમાં આપવા ઈચ્છું છું. હું આપણા દેશની ઉન્નતિ માટે પ્રદાન કરવા માટે જ રાજ્યસભામાં જોડાયો છું અને એ માટે મારાથી શક્ય હશે એ બધું કરીશ. જય હિંદ.’