સરહદે કર્યું અંતર, ક્રિકેટની રમત લાવી નજીક

લંડનઃ ભારતના બેટર ચેતેશ્વર પૂજારા અને પાકિસ્તાનના વિકેટકીપર-બેટર મોહમ્મદ રિઝવાને ઈંગ્લિશ કાઉન્ટી ચેમ્પિયનશિપ (ડિવિઝન-2)માં સસેક્સ ટીમ વતી ગઈ કાલે સાથે જ ડેબ્યૂ કર્યું હતું. સ્પર્ધામાં સસેક્સ ટીમની તે બીજી મેચ હતી. ડર્બીશાયર સામેની તે મેચ પૂર્વે પૂજારા અને રિઝવાને એમની કાઉન્ટી કેપ સાથે તસવીર પડાવી હતી. એ તસવીર ઈન્ટરનેટ પર વાઈરલ થઈ છે અને ભારત-પાકિસ્તાન, બંને દેશના ક્રિકેટપ્રેમીઓ તેની સરાહના કરી રહ્યાં છે.

સસેક્સ ટીમે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પૂજારા અને રિઝવાન, બંનેના એક ફોટો સાથે વિડિયો પોસ્ટ કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘આ બંનેનો આજે ડેબ્યૂ દિવસ છે.’ પૂજારા કાઉન્ટી ચેમ્પિયનશિપમાં આ છઠ્ઠી વાર રમી રહ્યો છે. અગાઉ તે ડર્બીશાયર, યોર્કશાયર (બે વખત) અને નોટિંગહામશાયર ટીમ વતી રમ્યો હતો. જ્યારે રિઝવાનની આ પહેલી જ કાઉન્ટી ક્રિકેટ મોસમ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]