વિરાટ કોહલીની જર્સી નંબર-18નું રહસ્ય, ન્યુમરોલોજિસ્ટથી જાણો…

નવી દિલ્હીઃ જર્સી નંબરને આપણે યુનિફોર્મ નંબર, સ્ક્વોડ નંબર, શર્ટ નંબર અથવા સ્વેટર નંબર કહીએ છીએ, પણ ખેલાડી માટે નંબર મહત્ત્વના છે. ખેલાડીને એ નંબરથી ઓળખવામાં મદદ મળે છે અને એક ખેલાડીની ઓળખ પણ બને છે. જેમ ધોની માટે સાત નંબર મહત્ત્વનો છે, એમ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી હંમેશાં 18 નંબરની જર્સી પહેરે છે. એ 18 નંબર તેની ઓળખ બની ગયો છે.

દરેક અંકની પાછળ ન્યુમરોલોજી (જ્યોતિષ) હોય છે, એટલે જો તમે ન્યુમરોલોજિસ્ટની આંખે જોશો તો તમને દરેક નંબરમાં કંપન (વાઇબ્રેશન) જોવા મળશે, પણ એ વાઇબ્રેશન દરેક વ્યક્તિ માટે અલગ-અલગ હોય છે. દાખલા તરીકે જર્સી નંબર 18 વિરાટ કોહલી માટે લકી છે, પણ એ બધા માટે લકી ના હોઈ શકે.

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની જર્સી નંબર મોટે ભાગે 10 અને 99 નંબરની જર્સી પહેરતો. એ બંને નંબર  તેના માટે અનુકૂળ હતા.

એટલે જર્સી, પર તમારા માટેનો શ્રેષ્ઠ નંબર છપાવો, જે તમારા માટે લક લઈને આવશે. હાલમાં જ રમાયેલી વર્લ્ડ કપ ટેસ્ટ ફાઇનલ વખતે આવો નંબરનો સંયોગ જોવા મળ્યો હતો, જે તમને આશ્ચર્યમાં મૂકી શકે.

કેપ્ટન વિરાટ કોહલી અને ન્યુ ઝીલેન્ડના કેપ્ટન વચ્ચેની મિત્રતા કોઈથી છુપાયેલી નથી. આ બંને ખેલાડીઓની જર્સી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની તારીખની વચ્ચે એવો સંયોગ હતો કે ક્રિકેટ ઇતિહાસમાં તમને ફરી જોવા ન મળે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 18થી 22 જૂનની વચ્ચે રમાવાની હતી અને 18 અને 22 –એ આ બંને ખેલાડીઓની જર્સીનો નંબર હતો. ફેન્સે આ બંનેનો ફોટો સોશિયલ મિડિયામાં ઘણો શેર કર્યો હતો.

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]